ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યપાલ દેવવ્રત આચાર્યને પત્ર લખ્યો હતો. જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડના કારણે અનેક મોત નિપજયા છે. જેમાં સરકારની ઘોર બેદરકારી હોય તેવા આક્ષેપ કર્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોતનો મામલો, શૈલેષ પરમારે માનવ અધિકાર પંચ સમક્ષ તપાસની માગ કરી - શૈલેષ પરમારે માનવ અધિકાર પંચ તપાસની માગ કરી
રાજ્યમાં કોવિડ 19નો કહેર યથાવત છે. જ્યારે, રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં કોરોના પોઝિટિવના વધુ કેસ સામે આવી રહ્યા છે. તેની સામે જ સૌથી વધુ મોત પણ અમદાવાદમાં જ થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે તમામ મોત અંગે માનવ અધિકાર પંચ સમક્ષ તપાસની માંગ કરી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોતનો મામલો, શૈલેષ પરમારે માનવ અધિકાર પંચ સમક્ષ તપાસની માગ કરી
જેથી રાજ્યપાલ દ્વારા આરોગ્ય વિભાગ તથા સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા અને સિવિલ હોસ્પિટલમાં થયેલા મોત સામે ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શૈલેષભાઇ પરમારે પત્ર લખીને માનવ અધિકાર ભંગ બદલ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને તપાસ સોંપવાના આદેશ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોત થયા બાદ અનેક આક્ષેપો જાહેર જનતા દ્વારા પણ કરવામાં આવ્યા હતા. ત્યારે, હવે કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં થયેલું મોત બદલ આક્ષેપ થતા હવે રાજ્યમાં રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.
TAGGED:
corona cases in ahemdabad