ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું, ઉમેદવારોની કરાઈ અટકાયત - gujarat police

ગાંધીનગર: ગત રવિવારે યોજાયેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં 10 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ, રવિવારે રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થઇ હોવાના આક્ષેપ સાથે આજે ઉમેદવારોએ ગાંધીનગર ખાતે આવેલા કર્મયોગી ભવનમાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળની કચેરીને ઘેરવાનો આયોજન કર્યું હતું. પરંતુ, કોઇ ઉમેદવાર ગાંધીનગર પહોંચે ત્યાં જ પોલીસ દ્વારા તેઓને ડિટેઈન કરી લેવામાં આવતા હતાં.

ગાંધીનગરમાંથી અનેક ઉમેદવારોની કરાઈ અટકાયત
ગાંધીનગરમાંથી અનેક ઉમેદવારોની કરાઈ અટકાયત

By

Published : Dec 4, 2019, 12:49 PM IST

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક કેન્દ્રો ઉપર ચોરી થયા હોવાના CCTV સામે આવ્યા છે. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પરીક્ષામાં ચોરી થઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે ઉમેદવારોએ અનેક વખત આવેદનપત્ર આપ્યું હોવા છતાં પણ કોઇ નિરાકરણ ન આવતા બુધવારે ઉમેદવારો દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે, ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી મેદાન ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. પરંતુ, તેઓ આવે તે પહેલા જ પોલીસે તેઓની પરવાનગી રદ કરી હતી અને ગાંધીનગર આવતા તમામ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.

ગાંધીનગરમાંથી અનેક ઉમેદવારોની કરાઈ અટકાયત

અગાઉ ગુજરાત ગૌણ પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સમગ્ર ઘટના બાબતે જણાવ્યું હતું કે, જે સેન્ટરમાંથી ચોરી થઈ છે તેવા તમામ સેન્ટરના CCTV ચેક કરીને કસુરવાર સામે પગલાં ભરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details