ગુજરાત

gujarat

ETV Bharat / state

બિનશૈક્ષણિક માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળામાં સિનિયર જુનિયર કારકુનની જગ્યાઓ રદ : શિક્ષણ વિભાગનો પરિપત્ર

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રોજ નવા કામો કરવામાં આવે છે. ત્યારે બિનશૈક્ષણિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં સિનિયર અને જુનિયર કારકુનની જગ્યાઓ રદ કરવાનો પરિપત્ર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવ્યો છે.

બિનશૈક્ષણિક માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા
બિનશૈક્ષણિક માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા

By

Published : Jan 21, 2021, 10:06 AM IST

  • રાજ્યના શિક્ષણ વિભાગનો પરિપત્ર
  • હવે બિનશૈક્ષણિક માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળામાં સિનિયર જુનિયર કારકુનની જગ્યાઓ રદ
  • વિધાર્થીઓની સંખ્યા પ્રમાણે મહત્તમ નક્કી કરવામાં આવશે

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રોજ નવા કામો કરવામાં આવે છે. ત્યારે બિનશૈક્ષણિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં સિનિયર અને જુનિયર કારકુનની જગ્યાઓ રદ કરવાનો પરિપત્ર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવ્યો છે.

બિન-શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાર્થીઓની સંખ્યા મુજબ મહત્તમ થશે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે તે પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે મહત્તમ મંજૂર કરવામાં આવશે. જ્યારે શેક્ષણિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સિનિયર અને જુનિયર કારકુનની જગ્યાઓ જે રદ કરવામાં આવી છે તે પણ આગામી ભવિષ્યમાં ઉભી કરવામાં નહીં આવે.

વધારાનો સ્ટાફ હશે તો ગ્રાન્ટ નહીં

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં વધારાનો સ્ટાફ રાખવામાં નહીં આવે. પરંતુ જો શાળા દ્વારા પરિપત્રનો અનાદર કરવામાં આવશે અને વધારાનો સ્ટાફ રાખવામાં આવશે તો રાજ્ય સરકાર તરફથી મળતી શાળાઓને ગ્રાન્ટ આપવામાં નહીં આવે. આ ઉપરાંત વધારાનો સ્ટાફ હશે તો ગ્રાન્ટ મળવાને પાત્ર પણ નહીં રહે. આમ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જ્યારે કાયદેસર નિમાયેલા શૈક્ષણિક કર્મચારીઓને નિમણુંક ગ્રાન્ટના હેતુસર જ માન્ય રાખવામાં આવશે. જો જે પણ શાળાઓમાં વધારાના બિન શૈક્ષણિક કર્મચારીઓ રાખવામાં આવશે તો તેવી શાળાઓ ગ્રાન્ટને લાયક નહીં રહે.

ABOUT THE AUTHOR

...view details