ગુજરાત

gujarat

ETV Bharat / state

બાળકોને કોરોનાથી બચાવવા તમામ શાળાઓમાં કરાશે કોરોના વેક્સિનેશન ડ્રાઈવ - શાળાઓમાં કોરોના વેક્સિનેશન ડ્રાઈવ

ગુજરાતની તમામ શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. ત્યારે બાળકોને કોરોનાથી બચાવવા માટે પ્રવેશોત્સવ પછી તમામ શાળાઓમાં વેક્સિનેશનની ડ્રાઇવ (Corona vaccination drive in schools) પણ યોજવામાં આવશે.

બાળકોને કોરોનાથી બચાવવા તમામ શાળાઓમાં કરાશે કોરોના વેક્સિનેશન ડ્રાઈવ
બાળકોને કોરોનાથી બચાવવા તમામ શાળાઓમાં કરાશે કોરોના વેક્સિનેશન ડ્રાઈવ

By

Published : Jun 16, 2022, 1:16 PM IST

ગાંધીનગર: રાજ્યમાં સોમવારથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શાળામાં બાળકોમાં કોરોના કેસમાં વધારો ન થાય. તેને ધ્યાનમાં લઈને રાજ્યના શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ બન્ને મળીને (Corona Vaccination in children) એક ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બાળકોનું સંપૂર્ણ વેક્સિનેશન થાય તેને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પ્રવેશોત્સવ બાદ તમામ શાળાઓમાં વેક્સિનેશનની ડ્રાઇવ પણ (Corona vaccination drive in schools) યોજવામાં આવશે.

વેક્સિનેશન ડ્રાઇવ

શાળામાં 80 ટકા થી વધુ હાજરી -રાજ્યની તમામ શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ (corona vaccination of children) થયું છે ત્યારે પ્રથમ દિવસથી જ તમામ શાળાઓમાં 80 ટકાથી વધુ વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે બે વર્ષથી વૈશ્વિક મહામારીના કારણે પ્રાથમિક શાળાઓ અમુક સમયાંતરે બંધ રાખવામાં આવતી હતી. હવે સંપૂર્ણ રીતે શાળા ઓફલાઈન થઈ ગઈ છે અને પ્રથમ દિવસથી જ શાળામાં 80 ટકાથી વધુ વિદ્યાર્થીઓની હાજરી પણ જોવા મળી છે.

આ પણ વાંચોઃકોરોનાના વધી રહેલા કેસના કારણે હીરા ઉદ્યોગમાં ભયનો માહોલ

આરોગ્ય વિભાગ શાળામાં વેક્સીન ડ્રાઇવ કરશે -13 જૂનના રોજ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અધ્યક્ષતામાં મળેલી આરોગ્યની બેઠકમાં તમામ રાજ્યના આરોગ્ય પ્રધાન હાજર રહ્યા હતા. દેશમાં અને રાજ્યમાં જે રીતે કોરોનાના સતત કેસમાં વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને આવનારા દિવસોમાં શાળામાં પણ બાળકોને રસીકરણની ડ્રાઇવ માટેની સૂચના આપવામાં આવી છે. આ બેઠક બાદ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે જે રીતે કોઈના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને આવનારા દિવસોમાં તમામ શાળાઓમાં રસીકરણની ડ્રાઈવ રાખવામાં આવશે. આ ઉપરાંત જે નાગરીકો ના ડોઝ બાકી છે તેવા નાગરિકોને પણ આરોગ્ય વિભાગ ગોતી ગોતીને રસીકરણના બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે.

ગુજરાતમાં બાળકોનું વેક્સિન -રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર રીતે રસીકરણની વાત કરવામાં આવે તો 15 થી 17 વર્ષના 3088078 બાળકોને પ્રથમ ડોઝ, 27,65,353 બાળકોને રસીનો બીજો ડોઝ, 12 થી 14 વયના બાળકોને 17,21,461 પ્રથમ ડોઝ, 13,12,206 બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ 11,06,33,665 નાગરિકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃસુરતમાં આટલા વિદ્યાર્થીઓ હજુ કોરોનાના બીજા ડોઝથી છે વંચિત, જાણો શું છે કારણ

કોરોના પ્રોટોકોલનું પાલન -રાજ્યમાં 13 જૂન થી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે પણ ટકોર કરી હતી કે રાજ્યમાં અત્યારે તમામ જગ્યા ઉપર કોરોના ચુસ્તપણે પાલન પણ કરવામાં આવે ત્યારે શાળામાં પાલન થાય તેને ધ્યાનમાં લઈને શૈક્ષણિક સંકુલો અને શાળાના આચાર્ય દ્વારા પણ વાલીઓમાં એક ખાસ સુચના આપવામાં આવી છે કે જો બાળકોમાં સામાન્ય તાવ શરદી કે ઉધરસ હોય તો શાળાએ મોકલવા નહીં તેવી પણ સૂચના જેતે શિક્ષણ સંકુલ અથવા તો શાળા દ્વારા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details