કેગના રિપોર્ટમાં જણાવ્યાં પ્રમાણે 13,240 કરોડ રૂપિયાનું સરકારી લેણું છેલ્લા 5 વર્ષથી સતત બાકી હોવાનું સામે આવ્યું છે. જેમાં સરકારે પૈસા વસુલ કરવામાં ઢીલી નીતિ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે કારચોરીના 64 હજારથી વધુ કેસો પડતર હોવાનું પણ કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2017-18 ના કુલ 32 હજારથી વધુ કેસો પડતર છે. જેમાં રાજ્ય સરકારને કરવેરાની કુલ 791 કરોડની કરચોરી પણ કેગ દ્વારા ઝડપી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 31 માર્ચ 2018 સુધીમાં જીએસટી અને અન્ય કરવેરામાં રાજ્ય સરકારે 40,221 કરોડ પૈકી 3971 કરોડની રકમ વસુલાત કરી છે. જ્યારે 14, 992 કરોડની રકમ વસુલવાની બાકી હોવાનું સામે આવ્યું છે.
જ્યારે કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેમ્પ ડ્યુટી 809, વીજ પર કરવેરા અને જકાતના 147 કરોડ, વાહનોના કર, ઉતારુના કર 229 કરોડ અને ગેસ નેચરલગેસની આવક પરના કરવેરાની કુલ 1133 કરોડ રૂપિયા પણ વસુલવાના બાકી છે. આમ, કેગ દ્વારા જીએસટી અને વાણિજ્ય વિભાગમાં કરવામાં આવેલી ઓડિટ GSTમાં કરવામાં આવેલા ફેરફાર, વેરાનો અયોગ્ય દર, ગ્રાહકોને રાહત અને દંડની ઓછી રકમની વસુલાત કરવામાં આવી છે. જેથી 138 કરોડની ઓછી આવક ઉભી થઇ છે.
જ્યારે રકમ વાપરવાની વાતમાં પણ કેગ દ્વારા રાજ્ય સરકારને ટીપ્પણી કરવામાં આવી છે. રાજ્ય સરકારના સાયન્સ & ટેકનોલોજી વિભાગમાં કુલ 110 કરોડની રકમ વણવપરાયેલી પડી રહી છે. જ્યારે આ રકમ જે તે સંસ્થાઓ પાસે એમ જ પડી રહી છે. જેને લઇને રાજ્ય સરકારને 110કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
વિધાનસભામાં કેગનો રિપોર્ટ ફાઈલ, કરવેરાની કુલ 42,539 કરોડની રકમ વસુલવાની બાકી - CAG
ગાંધીનગર: વિધાનસભાના અંતિમ દિવસે સત્તા પક્ષ દ્વારા વિધાનસભાના મેજ પર વર્ષ 2017-18નો કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારને કરવેરામાં વસુલવાના કુલ 42,539 કરોડની રકમ હજુ સુધી વસુલવામાં આવી નહીં હોવાનો રિપોર્ટ કેગ દ્વારા ફાઈલ કરવામાં આવ્યો હતો. જ્યારે 791 કરોડ રૂપિયાની કરચોરી પણ સામે આવી છે.
વિધાનસભામાં કેગનો રિપોર્ટ ફાઈલ, કરવેરાની કુલ 42,539 કરોડની રકમ ફસાઈ
આમ, રાજ્ય સરકાર અનેક વિભાગોને ગ્રાન્ટ ફાળવણી કરતી હોય છે, ત્યારે તે ગ્રાન્ટનો કયા કયા ઉપયોગ કરે તે અંગેનો રિપોર્ટ પણ મંગાવવાનો રાજ્ય સરકારને હક છે. પરંતુ, રાજ્ય સરકારે કોઈ રિપોર્ટ ન મંગાવ્યો હોવાનું પણ કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.