ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Cabinet meeting: આજની કેબીનેટ બેઠકમાં વાવઝોડાથી બાગાયતી પાકને નુકશાન સામે સહાય આપશે સરકાર? - discussion on horticulture crop loss aid in storm

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચાર જુલાઈના રોજ સહાય માટેની બેઠક પણ મળી હતી ત્યારે પાંચ જુલાઈના રોજ મળનારી કેબિનેટ બેઠકમાં SDRFના ધારા ધોરણથી વધુ સહાય રાજ્ય સરકાર ચૂકવવાનો નિર્ણય પણ કરી શકે છે. વાવાઝોડામાં બાગાયતી પાકોને નુકસાનની સહાય અને આવનારા શ્રાવણ મહિના અને જન્માષ્ટમીના તહેવાર બાબતની ચર્ચા કરવામાં આવશે.

Cabinet meeting to be held at 10.30 am, discussion on horticulture crop loss aid in storm, government will give more aid than SDRF rule?
Cabinet meeting to be held at 10.30 am, discussion on horticulture crop loss aid in storm, government will give more aid than SDRF rule?

By

Published : Jul 5, 2023, 6:34 AM IST

ગાંધીનગર: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પાંચ જુલાઈ બુધવારના રોજ સવારે 10:30 કલાકે કેબિને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહત્વના મુદ્દાની ચર્ચાની વાત કરવામાં આવે તો ચોમાસામાં પરિસ્થિતિ, બીપોરજોય વાવાઝોડામાં બાગાયતી પાકોને નુકસાનની સહાય અને આવનારા શ્રાવણ મહિના અને જન્માષ્ટમીના તહેવાર બાબતની ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત ચિંતન શિબિરમાં થયેલ ચર્ચાઓ અને નિર્ણયો ઉપર પણ સમીક્ષા કરવામાં આવશે.

સરકાર SDRF ધોરણથી વધુ સહાય આપશે:ગત કેબિનેટ બેઠકમાં કચ્છ જિલ્લામાં વાવાઝોડાના કારણે બાગાયતી પાકોમાં સૌથી વધુ નુકસાન થયું છે, ત્યારે ગત બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચાર જુલાઈના રોજ સહાય માટેની બેઠક પણ મળી હતી ત્યારે પાંચ જુલાઈના રોજ મળનારી કેબિનેટ બેઠકમાં SDRFના ધારા ધોરણથી વધુ સહાય રાજ્ય સરકાર ચૂકવવાનો નિર્ણય પણ કરી શકે છે.

રોડ રસ્તા બાબતે ચર્ચા:ગુજરાતમાં 22 જુન થી ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતમાં અને દર્શાવો અને પરિસ્થિતિ ભારે વરસાદના કારણે ખરાબ થઈ ગઈ છે આમ પહેલા વરસાદમાં આજે રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિ થયા હોવાના કારણે કેબિનેટ બેઠકમાં કેટલા કિલોમીટરના રસ્તાઓ ખરાબ થયા છે તે બાબતનો પ્રાથમિક રિપોર્ટમાં કેબિનેટ બેઠકમાં રજૂ થઈ શકે છે અને જે જગ્યાએ તાત્કાલે રીપેરીંગ ની જરૂર હોય તેવી જગ્યાએ રીપેરીંગ માટેની પણ સૂચના કેબિનેટ બેઠકમાં અપાઈ શકે છે.

પ્રભારી જિલ્લા, વિકાસના કામગીરીની સમીક્ષા:વર્ષ 2024 લોકસભાની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે નવ વર્ષમાં કેન્દ્ર સરકારે કરેલા કામગીરી બાબતે પણ રાજ્ય સરકાર હાલમાં પ્રચાર પ્રસારણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વર્ષ 2024 લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લામાં વિકાસના કામ બાબતની પણ સમીક્ષા કરવામાં આવશે અને લોકસભાની ચૂંટણી પહેલા જે કામનું લોકાયુ પણ થઈ શકે છે તેવા કામોનું પણ ખાસ સમીક્ષા અને આયોજન કરવામાં આવી શકે છે.

વાઇબ્રન્ટની તૈયારીઓ:લોકસભાની ચૂંટણી પહેલા જાન્યુઆરીમાં ગાંધીનગર સહિત અલગ અલગ ઝોનમાં પ્રથમ વખત મહોત્સવ નું આયોજન ગુજરાત સરકારે દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે કયા શહેર અને ઝોનમાં કયા પ્રકારના વાઇબ્રન્ટ નું કાર્યક્રમ આયોજન કરવું તે બાબતની ચર્ચા કેબિનેટ બેઠકમાં થઈ શકે છે ઉલ્લેખની એ છે કે અત્યાર સુધીમાં વાઇબ્રન્ટ ગુજરાત ફક્ત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવતું હતું. ત્યારે હવે પ્રથમ વખત ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અલગ અલગ પાંચ ઝોનમાં યોજાશે.

  1. Modi Surname Case: રાહુલ ગાંધીને રાહત, પટના હાઈકોર્ટે સુનાવણી 12 જાન્યુઆરી 2024 સુધી ટાળી
  2. DERCના અધ્યક્ષ તરીકે જસ્ટિસ ઉમેશ કુમારનો શપથ ગ્રહણ મોકૂફ: સુપ્રીમ કોર્ટ

ABOUT THE AUTHOR

...view details