ગાંધીનગરમાં કેબિનેટ બેઠક શરૂ, બજેટ પર થશે ચર્ચા - વિજય રૂપાણી
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક શરૂ થઈ છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં જે મગફળીની ખરીદી બાબતે ચર્ચા થઈ રહી છે તથા જે દિવસો વધારવાની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે, પરંતુ મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વધુ ૧૫ દિવસ માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવશે તે અંગેની પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
કેબિનેટ બેઠક શરૂ, બજેટ પર થશે ચર્ચા
ઉલ્લેખનીય છે કે, આજની બેઠકમાં વિધાનસભાના સત્ર બાબતની પણ ચર્ચા કરવામાં આવશે. 24 ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા નાણાકીય બજેટ 2020નું અંદાજપત્ર બહાર પાડવામાં આવશે. આ બજેટમાં કયા વિભાગને કેટલું બજેટ ફાળવવું અને ગત વર્ષે ફાળવેલા બજેટમાં કયા વિભાગે કેટલા નાણાંનો ઉપયોગ કર્યો છે. આ અંગેના હિસાબ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ જે વણવપરાયેલા નાણાં છે. જેનો કઈ જગ્યાએ અને કઈ રીતે ઉપયોગ કરવો તે બાબતે પણ ખાસ ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.