ગુજરાત

gujarat

ETV Bharat / state

કેબિનેટ બેઠકમાં નવા ટ્રાફિક નિયમની ચર્ચા કરાઈ, નવા નિયમ 16 સપ્ટેમ્બરથી લાગું - ગાંધીનગર

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા ટ્રાફિક નિયમોને લઈ રાજ્ય સરકારે કેેબિનેટ બેઠક યોજી હતી. જેમાં 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમોને સુધારા સાથે અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો.

file photo

By

Published : Sep 12, 2019, 6:40 PM IST

આ બેઠકમાં રાજ્ય સરકારે દંડમાં ઘટાડા અંગેની ચર્ચા કરી હતી. તેમજ માંડવાની રકમમાં સુધારો વિશે કેન્દ્રીય વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ પણ આપેલા સૂચનો અંગે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ તમામ ઉચ્ચ અધિકારીઓને, નેતાઓ, અને પ્રધાનોને પણ ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કડક શબ્દોમાં સૂચન આપ્યું હતું.

કેબિનેટ બેઠકમાં નવા ટ્રાફિક નિયમનની ચર્ચા કરાઈ

કેબિનેટ બેઠક બાદ રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારે લોકોની સુખાકારી માટે નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મુખ્ય હેતુ રોડ અકસ્માતની સંખ્યા ઘટાડવાની છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો 16 સપ્ટેમ્બરના રોજથી લાગુ થશે. તે પહેલાં વાહન માલિકો દ્વારા પીયૂસી માટે દરેક જગ્યાએ લાંબી લાઈનો લાગી રહી છે. RTOમાં લાયસન્સની કામગીરી સર્વરને કારણે અવારનવાર બંધ કરવામાં આવે છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details