ગાંધીનગર:રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું (Cabinet meeting chaired by CM Bhupendra Patel) છે. ખાતા ફાળવણી કર્યા બાદ આજે બુધવારે બીજી કેબિનેટ બેઠક યોજાશે. આવનારા દિવસોમાં 100 દિવસનો એક્શન પ્લાન (100 days action plan of bhupendra patel government) ઉપરાંત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (Kite Festival discussion in Cabinet meeting) અને 31ડિસેમ્બરની ઉજવણી બાબતે સમીક્ષા કરવામાં (Discussion on 31st December celebration in cabinet) આવશે.
તમામ પ્રધાનોને 100 દિવસનું આયોજન કર્યું:ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોને આવનારા 100 દિવસનું આયોજન સાથે કયા મહત્વ કામ કરવામાં આવશે તે બાબતની જવાબદારી સોંપી હતી. તેના રિપોર્ટ તૈયાર કરવાની સૂચના પણ આપી હતી. જેમાં એક અઠવાડિયામાં કેટલા કામો પર ધ્યાન આપવામાં આવ્યું છે જ્યારે કયું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તે તમામ વિગતોનો રિવ્યુ બીજી કેબીનેટ બેઠકમાં કરવામાં આવશે.
આ પણ વાંચોકૈલાશનાથન ક્લીનબોલ્ડ? ડો. અઢિયા CM ના મુખ્ય સલાહકાર, રાઠોર બીજા ક્રમે
પતંગ મહોત્સવનુ આયોજન:કોરોનાની વૈશ્વિક મહામારી બાદ ગુજરાત સરકાર પતંગ મહોત્સવનું આયોજન કરી રહી છે ત્યારે 70 થી વધુ દેશના વિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં આવશે. તેને ધ્યાનમાં લઈને પણ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં પતંગ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (kite festival at sabarmati riverfront) સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી (kite festival at statue of unity) અને અન્ય ઐતિહાસિક સ્થળો પર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.