ગાંધીનગરઃ રાજ્ય સરકારના તમામ મોટા નિર્ણયો કેબિનેટ બેઠકમાં કરવામાં આવે છે . પરંતુ આજની કેબિનેટ બેઠક રદ્દ કરવામાં આવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રચાર અને પ્રસાર માટે દિલ્હી પ્રવાસે છે ત્યારે બુધવારે યોજાતી કેબિનેટ બેઠક રદ્દ કરવામાં આવી છે..
સીએમ વિજય રૂપાણી દિલ્હી ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હોવાથી કેબિનેટ બેઠક રદ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ પ્રચાર અર્થે દિલ્હીમાં ધામા નાંખ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ દિલ્હી પ્રવાસે છે. જેના કારણે બુધવારે આયોજીત કેબિનેટ બેઠક રદ કરાઈ છે.
સીએમ વિજય રૂપાણી દિલ્હી ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હોવાથી કેબિનેટ બેઠક રદ
હવે આગામી કેબિનેટ બેઠક 5 ફેબ્રુઆરી ના રોજ મળશે..