ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે. આ પરિણામમાં કોંગ્રેસને 3 અને ભાજપને 3 બેઠકો પર વિજય થયો છે. ભાજપના બે દિગ્ગજ નેતાઓ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હાર થઈ છે. અહીં રાધનપુર, બાયડ અને થરાદ પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે લુણાવાડા, અમરાઈવાડી અને ખેરાલુમાં ભાજપનો વિજય થયો છે.
બેઠક | વિજેતા | મળવેલ મત | હાર | મળેલા મત | જીતનું અંતર |
થરાદ | ગુલાબસિંહ રાજપૂત (કોંગ્રેસ) | 72959 | જીવરાજ પટેલ (ભાજપ) | 66587 | 6372 |
ખેરાલુ | અજમલજી ઠાકોર (ભાજપ) | 60875 | બાબુજી ઠાકોર (કોંગ્રેસ) | 31784 | 29091 |
અમરાઈવાડી | જગદીશ પટેલ (ભાજપ) | 48526 | ધર્મેન્દ્ર પટેલ (કોંગ્રેસ) | 42925 | 5601 |
લુણાવાડા | જિગ્નેશ સેવક (ભાજપ) | 67206 | ગુલાબસિંહ ચૌહાણ (કોંગ્રેસ) | 54999 | 12207 |
રાધનપુર | રઘુ દેસાઈ (કોંગ્રેસ) | 77410 | અલ્પેશ ઠાકોર (ભાજપ) | 73603 | 3807 |
બાયડ | જશુ પટેલ (કોંગ્રેસ) | 65597 | ધવલસિંહ ઝાલા (ભાજપ) | 64854 | 743 |
ગુજરાત ભાજપ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર હારી ગયા છે. અહીં કોંગ્રેસના રઘુ દેસાઈની ભવ્ય જીત થઈ છે. અલ્પેશ ઠાકોર પ્રથમ સમાજના આંદોલનકારી બની બાદમાં કોંગ્રેસમાં ભળી ગયો હતો. આટલે ન અટકતા તેણે કોંગ્રેસ છોડી કેસરિયો પણ ધારણ કર્યો હતો, હવે અંતે પક્ષપલ્ટુની સાથે જીભને પણ વારંવાર પલટાવતા અલ્પેશ ઠાકોરને પ્રજાએ ઘર ભેગા કરવાનો નિર્ણય પેટાચૂંટણીના પરિણામમાં બતાવ્યો છે. અંતે હવે અલ્પેશની રાજકીય કારકીર્દી સામે જોખમ ઉભુ થયુ છે.
લુણાવાડા બેઠક પર કોંગ્રેસના જીજ્ઞેશ સેવકનો જંગી લીડ સાથે વિજય થયો છે, અહીં કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ રાધનપુર બેઠક પર 21 રાઉન્ડના અંતે કોંગ્રેસના રઘુ દેસાઈ 4500 મતોથી આગળ છે. જ્યારે અમરાઈવાડીમાં ભાજપના ઉમેદવાર 2500 મતોથી આગળ ચાલે છે. આ બંને બેઠકો પર હજુ પણ જીત અંગે સસ્પેન્સ છે.
થરાદ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો 6000 મતે ભવ્ય વિજય થયો છે. અહીં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. ઉપરાંત બીજીતરફ હજુ અલ્પેશ ઠાકોર રાધનપુરથી પાછળ ચાલી રહ્યા છે. જ્યાં કોંગ્રેસના રઘુ દેસાઈ આગળ ચાલી રહ્યાં છે.
લુણાવાડામાં ભાજપના જીજ્ઞેશ સેવકની જીત લગભગ નિશ્ચિત જણાઈ રહી છે. જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ અહીં હારે તેવી શક્યતાઓ છે. અમરાઈવાડીમાં ભાજપના જગદીશ પટેલ કરતાં કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ આગળ છે.
મહેસાણાની ખેરાલુ બેઠક ભાજપે કબ્જે કરી લીધી છે. અહીં ભાજપના અજમલજી ઠાકોરે કોંગ્રેસના બાબુજી ઠાકોરને 25000થી વધુ મતોએ મ્હાત આપી છે. બીજીતરફ બાયડમાં ધવલસિંહ ઝાલા સામે જશુ પટેલની જીત થઈ છે.