જ્યારે 4 તાલુકા પંચાયતમાં ઉમેદવારી પત્ર રજૂ થયા નથી અને 3 તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરિફ થયા છે. જેથી હવે 29 ડિસેમ્બરે તાલુકા પંચાયતની 27 બેઠકો અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પર મતદાન યોજાયું હતું.
3 જિલ્લા અને 27 તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન, 31 ડિસેમ્બરે મતગણતરી
ગાંધીનગરઃ રાજ્યમાં તાલુકા અને જિલ્લા પંચાયતની પેટાચૂંટણી યોજાઈ હતી. ત્યારે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. જેની 31 ડિસેમ્બરના રોજ યોજાશે. જો કે, કુલ 41 તાલુકા પંચાયત બેઠકોની પેટાચૂંટણીમાંથી ગુજરાત હાઈકોર્ટે 7 તાલુકા પંચાયત બેઠકની ચૂંટણી હાલ પુરતી રદ કરી છે.
આજે અમદાવાદ જિલ્લા પંચાયતની હેબતપુર અને શિયાળ બેઠક પર જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ પહેલા રાજ્ય ચૂંટણીપંચે ત્રણ જિલ્લા પંચાયત બેઠકો અને 41 તાલુકા પંચાયત બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરી હતી. આ પેટાચૂંટણી માટે 9 ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. જ્યારે 17 ડિસેમ્બર ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી. જેની 29 ડિસેમ્બર(રવિવાર)ના રોજ આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો પુનઃમતદાન યોજવું પડે તો તે 30 ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે 31 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે.