અરવલ્લીમાં માલપુરના પટેલીયાના મુવાડા ગામે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. લોકોએ રોડ, રસ્તા, પાણીની પ્રાથમિક સુવિધાઓના અભાવથી રોષે ભરાયા હતા અને વિકાસના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અધિકારીઓ અને નેતાઓ દ્વારા ગ્રામજનોને સમજાવવા પ્રયાસ કરાયો હતો. જોકે, પરિસાઇન્ડિગ અધિકારીએ evm બદલાવવાની તજવીજ હાથ ધરી હતી.
મતદાનની સાથે સાથે... ક્યાંક ચૂંટણીનો બહિષ્કાર, ક્યાંક વોટિંગના ફોટો વાયરલ
ગાંધીનગરઃ રાજ્યની 6 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ચૂંટણી કમિશ્નર દ્રારા મોંનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. 412 કેમેરા દ્રારા પેટા ચૂંટણી પર સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સવારે આઠ વાગ્યેથી મતદાન શરૂ થયું હતું. જોકે પ્રારંભિક તબક્કે મતદાન ધીમી ગતિએ થઇ રહ્યું હતું.
બનાસકાંઠાના થરાદમાં મતદાન મથક પરથી વોટ કર્યાના ફોટા વાયરલ થયાં છે. મતદાન મથક પર મોબાઈલ પર પ્રતિબંધ હોવા છતાં મતદાન કર્યા હોવાના અંદરના ફોટા વાયરલ થયો છે. જેથી મતદાન મથકની સિક્યુરિટી પર સવાલ ઉઠ્યા છે. બનાસકાંઠામાં થરાદના જાનદી ગામે evm ખોટવાયું છે. અડધો કલાક સુધી evm ખોટવાતા મતદારો અટવાયા હતાં. જેથી મહિલા અને પુરુષ મતદારો અટવાયા હતાં
મહેસાણાની ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીમાં 7થી 8 વિવિપેટ મશીન ખોટવાયા હતાં. આ ખોટવાયેલા વિવિપેટ મશીન તાત્કાલિક બદલવામાં આવ્યા હતાં. વરેઠા, સામોજા, ડભોડામાં 2 ડભાડ, પીપલડર,લાલવાડા, મલેકપુરમાં મશીન બદલવામાં આવ્યાં હતાં.