દેશમાં ગુજરાતમાં જ સૌથી વધુ કુપોષિત બાળકો હોવાનો દાવો જીગ્નેશ મેવાણીએ કર્યો ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આજે છથી સાત જિલ્લામાં કુપોષિત બાળકો બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકાર પાસે કુપોષિત બાળકોનો કોઈપણ પ્રકારનો ડેટાનો હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યો છે. સાથે જ છેલ્લા 27 વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં ભાજપ સરકાર છે. તેમ છતાં પણ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા વધે છે અને બિહાર બાદ સમગ્ર દેશમાં ગુજરાતમાં જ સૌથી વધુ કુપોષિત બાળકો હોવાનો દાવો જીગ્નેશ મેવાણીએ કર્યો હતો.
કુપોષણમાં ગુજરાત બીજા નંબર પર :કુપોષણના આંકડામાં ગૃહમાં આવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મીડિયા સાથેની વાતચિતમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બિહાર પછી ગુજરાત રાજ્ય એ કુપોષિત અને ઓછા વજનવાળા અંડરવેટ બાળકોની સંખ્યામાં આખા દેશમાં ગુજરાત બીજા નંબર પર છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર મોડલ સ્ટેટ, ગતિશીલ વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાત હોવાનો ગમે તેટલો દાવો કરે, ભલે 156 સીટનો ગમે તેટલો અહંકાર બતાવી છતાં ગુજરાતની ગરીબોની અને કુપોષિત બાળકોની પરિસ્થિતિમાં કોઈ સુધાર થયો નથી. જ્યારે ગુજરાતમાં સીએમ તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે 100માંથી 40 થી 50 બાળકો કુપોષિત હતા અને આજે બે દાયકા બાદ પણ ગુજરાતમાં 100 માંથી 40-45 બાળકો કુપોષિત છે.
આ પણ વાંચો Budget Session: નકલી PSI અંગે ચર્ચા કરાતા કૉંગ્રેસના નેતાઓ સસ્પેન્ડ, મેવાણીએ કહ્યું- ગમે તે કરો અમે તો મુદ્દો ઉઠાવીશું જ
પેટા પ્રશ્નમાં કોઈ જવાબ નહીં : જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભાના આજે પ્રશ્નોત્તરી દરમિયાન મારા સવાલના જવાબમાં એક દાહોદ જિલ્લાની અંદર જ 35,000 થી વધારે બાળકો અંદર વેઇટ ઓછા વજનવાળાનું કુપોષિત હોય એવો ચોંકાવનારો આંકડો આપ્યો છે. ત્યારબાદ મેં જ્યારે પેટા સવાલમાં પૂછ્યું કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કેટલા બાળકો કુપોષીત બાળકોની ટ્રીટમેન્ટ કરી એના પછી કેટલા બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા ? તો એના જવાબમાં સરકાર એવો પ્રત્યે ઉત્તર આપ્યો અને આ બાબતને કોઈ ડેટા કોઈ આંકડા અમારી પાસે ઉપલબ્ધ નથી એવા જવાબ મને મળ્યા હોવાનો આક્ષેપ જીગ્નેશ મેવાણીએ કર્યા હતા.
બેરોજગારી આંકડો નહીં :જીગ્નેશ મેવાણીએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે ગુજરાતમાં પેપર કેટલા ફૂટ્યા? 13 23 33 કે 43 એનો પણ આંકડો આપવા સરકાર તૈયાર નથી ગુજરાતના કુપોષણના ડેટા પણ રાજ્યની સરકાર જાહેર કરવા તૈયાર નથી અને બેરોજગાર લોકોનો પણ વાસ્તવિક આંકડો આપવા તૈયાર નથી. હમણાં 6 જિલ્લાનું જે ડેટા સરકારે આપ્યો એમાં રાજ્યની સરકાર 61 હજારથી વધારે યુવાનો બેરોજગાર યુવાનો જણાવે છે પણ ગુજરાતના તમામ જિલ્લા તમામ તાલુકાનો સરવાળો કરીએ તો આ આંકડો લાખોમાં પહોંચે તેમ છે.
આ પણ વાંચો Adani Group Faces Allegations : કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અદાણી કૌભાંડને સ્કેમ ઓફ ધ સેન્ચ્યુરી ગણાવ્યું
બેરોજગારોની વાત પણ કરવા નથી માગતી સરકાર : જ્યારે ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી કરવાની વાતો છોડો કેટલા પદ ખાલી પડ્યા છે રાજ્યમાં કેટલા લોકો બેરોજગાર છે એની પણ વાત સરકાર કરવા તૈયાર નથી. જો ધારાસભ્યનું પદ ખાલી પડે તો છ મહિનામાં ચૂંટણી યોજાઈ જાય છે પણ દાયકાઓથી ગુજરાતના ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થતી નથી. આમ સરકાર કોઈ માહિતીની રાજ્યની સરકાર એ વિધાનસભાના મંચ ઉપર આપવા તૈયાર નહી હોવાની વાત મેવાણીએ કરી હતી.