જરાત કોંગ્રેસે વિધાનસભા ગ્રુપમાં 116ની નોટિસ મુજબ ચર્ચા કરવાની માંગ કરી હતી. પરંતુ માંગ પૂર્ણ ન થતા કોંગ્રેસે વિધાનસભામાં વિરોધ કર્યો હતો ગાંધીનગર : દેશ અને ગુજરાતના પ્રખ્યાત એવા શક્તિપીઠ અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ ખૂબ જ પ્રખ્યાત છે. મોહનથાળ પ્રસાદનું નામ પડે તો મા અંબાજીનો પ્રસાદ હોય તેવી પાકી ઓળખ છે.ત્યારે થોડા દિવસ પહેલાં અબાજી મંદિર દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ગ્રુપમાં 116ની નોટિસ મુજબ ચર્ચા કરવાની માંગ કરી હતી. પરંતુ માંગ પૂર્ણ ન થતા કોંગ્રેસે વિધાનસભામાં વિરોધ કર્યો હતો.
સસ્પેન્ડ કરવાનો નિર્ણય :કોંગ્રેસના ભારે વિરોધ અને હોબાળા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોને અધ્યક્ષ દ્વારા આજના દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.. ઉલ્લેખનીય છે કે બીજું સેશન શરૂ થાય તે દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહમાં ખાદ્ય પદાર્થ લઈને આવ્યાં હોય તો ગૃહની બહાર ખાદ્ય પદાર્થ બહાર મુકવાની સૂચના આપી હતી.
આ પણ વાંચો Ambaji Temple Prasad Controversy : અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે ભાજપના ઉપપ્રમુખનું રાજીનામું, વીએચપી ધરણા કરશે
પોસ્ટર સાથે ગૃહમાં વિરોધ : ગુજરાત વિધાનસભા ગ્રુહમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ અંબાજીના પ્રસાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એક સાથે તમામ કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં ઊભા થયા હતા અને બેનર લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહમાં પોસ્ટર દેખાડવાનું શરૂ કર્યું હતું જેથી કોંગ્રેસના તમામ હાજર સભ્યોને બેસવા અધ્યક્ષએ અપીલ પણ કરી હતી. સાથે જ BBCડોક્યૂમેન્ટરીની ચર્ચામાં તમારે હાજર નથી રહેવું એટલે તમે આવું કરી રહ્યા હોવાની ટકોર પણ અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના સભ્યોએ ચીક્કીના બદલે મોહનથાળ પ્રસાદમાં આપો, બોલ મારી અંબે જય જય અંબેના ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે સામે સત્તાપક્ષના સભ્યોએ મોદી મોદીના સૂત્રોચ્ચાર કર્યા હતાં.આવા હોબાળાને અંતે કોંગ્રેસના સભ્યોને નેમ સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
મોહનથાળ હતો કે ઝેર તપાસ કરવામાં આવે : કોંગ્રેસના ધારાસભ્ય અંબાજીના પ્રસાદ મોહનથાળને લઈને ગુજરાત વિધાનસભા ગૃહમાં હાજર રહ્યા હતા અને વિરોધ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગણપત વસાવાને પ્રસાદ આપ્યો હતો અને કોંગ્રેસના અન્ય સભ્યોએ રમણલાલ વોરાને પ્રસાદ આપ્યો હતો. ત્યારબાદ રમણલાલ વોરાએ ગૃહમાં નિવેદન કર્યું હતું કે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા મીઠાઈમાં ઝેર મેળવ્યું છે કે કેમ તે ખાવાલાયક છે કે નહીં તેની તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ બાબતના તપાસના આદેશ પણ આપ્યા છે. સાથે જ વિધાનસભા અધ્યક્ષ કોંગ્રેસ કાર્યાલયમાં સાહિત્ય તૈયાર થયું છે કે નહીં ? કોઈ પણ રાજકીય પક્ષને નિયમ તોડવા માટે કાર્યાલય નથી આપવામાં આવતું. જેથી જ્યારે પ્રસાદરૂપી મીઠાઈ ક્યાંથી આવી ? કોણ લાવ્યું ? આ સમગ્ર બાબતની તપાસ વિધાનસભાના સાર્જન્ટને સોપાઈ છે. ઉપરાંત મીઠાઈ ખાવાલાયક છે કે નહીં તે મુદ્દે રિપોર્ટની તપાસ માટે સાર્જન્ટને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો Budget Session: અંબાજી પ્રસાદનો મુદ્દો વિધાનસભા પહોંચ્યો, કૉંગ્રેસે કહ્યું ચિકીનો પ્રસાદ યોગ્ય નથી
ભાજપ તબક્કાવાર તમામ મંદિરમાં પ્રસાદ બદલશે : ગુજરાત વિધાનસભામાં ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ થયા બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે ગુજરાત વિધાનસભામાં અંબાજી પ્રસાદ નિયમ 116 નોટિસ પર કોંગ્રેસે ચર્ચા કરવાની માંગ કરી હતી. પરંતુ ચર્ચા થવા દીધી નથી.. જ્યારે ભાજપ સરકાર હિન્દુઓના મતથી બનેલી છે અને હાલમાં ભાજપ સરકાર હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડી રહ્યા હોવાનો આક્ષેપ પણ અમિત ચાવડા કર્યો હતો. અંબાજીમાં પોતાના મિત્રને કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને હવે તબક્કાવાર ગુજરાતના તમામ ધાર્મિક આસ્થાના સ્થાનોના પ્રસાદ બદલવામાં આવશે અને લોકોને આસ્થાને ઠેસ પહોંચશે તેવા આક્ષેપ અમિત ચાવડાએ કર્યા હતા.