ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Budget 2023-24: 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું બજેટ - Budget 2023 24 Gujarat government will present

15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. તો, 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ નવી રચાયેલી ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ રજૂ કરશે.

The Gujarat government will present the budget for the year 2023-24 in the Legislative Assembly on February 24
The Gujarat government will present the budget for the year 2023-24 in the Legislative Assembly on February 24

By

Published : Jan 24, 2023, 3:12 PM IST

24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું બજેટ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટીની સતત સાતમી વખતે સરકાર ગુજરાત રાજ્યમાં બની છે ત્યારે ભુપેન્દ્ર પટેલની નવી સરકાર ગુજરાત વિધાનસભામાં 24 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2023 24 નું બજેટ રજૂ કરશે. જ્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી મળશે.

15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે

25 દિવસ ચાલશે વિધાનસભા સત્ર:ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ 176(1) મુજબ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલશ્રીના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.

25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે

16 દિવસ બજેટ પર ખાસ ચર્ચા:વર્ષ 2023-24 નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે, સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ 1 કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે.

આ પણ વાંચોસર્જિકલ સ્ટ્રાઈક પર દિગ્વિજય સિંહના નિવેદન સાથે હું સહમત નથી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

2021-22 કરતા 17 હજાર કરોડના વધારા સાથનું બજેટ:ગુજરાત સરકારના વર્ષ 2021-22 કરતા વર્ષ 2022-23માં કુલ 17 હજાર કરોડના વધારા સાથેનું કુલ 2 લાખ 43 હજાર 965 કરોડનું બજેટ ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. જે ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઈ જ નવા કરવેરા વગરનું પૂરાંત ભાડું બજેટ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું. જ્યારે વર્ષ 2023-24માં બજેટમાં વધારો થઈ શકે છે આમ આ વર્ષે પણ નવા બજેટમાં વધારો થશે.

આ પણ વાંચોGujarat BJP Meeting: 2024માં 450 બેઠકો જીતી સરકાર બનાવીશું: જુગલજી ઠાકોર

હવે દેવામાં થશે ઘટાડો:અગાઉ ભૂતકાળમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાતના દેવા બાબતે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારી તિજોરી પર બહુબોજો પડ્યો છે. જ્યારે વિકાસના કામોને પણ ગતિ મળી છે જેથી હવે ગુજરાતનું દેવું ક્રમશ ઘટતું જશે. ગુજરાતનું હાલનું દેવું છે તે દેવુ બીજા રાજ્યની સરખામણીએ જોઈએ તો ડિસિપ્લિનમાં છે અને Reserve Bank of India ની કાયદાકીય મર્યાદામાં પણ છે. વિકાસ કરવા માટે આ દેવું થયું છે પરંતુ હવે 1957 થી શરૂ થયેલ તળપદા યોજના પૂર્ણ થવાને આવે છે જેથી ગુજરાતનું દેવું ઘટતું જશે.

ABOUT THE AUTHOR

...view details