BSFના IG જ્ઞાનેન્દ્રસિંહ મલિકે કહ્યું કે,તણાવભરી સ્થિતિમાં પણ BSFના જવાનો કોઈપણ પડકારને ઝીલવા માટે સક્ષમ હોય છે.ગાંધીનગર ચિલોડા હાઇવે પર આવેલા BSF કેમ્પમાં 15મી ઓગસ્ટની અને રક્ષાબંધનના તહેવારને જવાનો ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. તિરંગાને સલામી આપ્યા બાદ જવાનોએ એકબીજાને મીઠાઇ ખવડાવી હતી. ત્યારબાદ કેમ્પમાં આવેલી હોસ્પિટલ અને શાળાના બાળકો સાથે 15મી ઓગસ્ટ અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. આ પ્રસંગેBSFના IGએ જવાનોને શુભકામનાઓ પાઠવી હતી અને તેમની કામગીરીને બિરદાવી હતી.
ગાંધીનગર BSF કેમ્પમાં ધ્વજ વંદન કર્યા બાદ મીઠાઈ વહેંચવામાં આવી - સ્વતંત્રતા પર્વ
ગાંધીનગર: સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવી રહી છે.કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન POK એરિયામાં અવળચંડાઈ કરી રહ્યા છે. તેવી સ્થિતિ વચ્ચે ગાંધીનગર પાસે આવેલા બોર્ડર સિક્યુરીટી ફોર્સ કેમ્પસ ખાતે જવાનો દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી.
BSF કેમ્પમાં ધ્વજ વંદન કર્યા બાદ મીઠાઇ વહેંચવામાં આવી
BSFના IG જ્ઞાનેન્દ્રસિંહ મલિકએ ધ્વજ વંદન કર્યા બાદ કહ્યું કે, કલમ 370 હટાવાને લઈને ગુજરાત બોર્ડર પર કોઈ તકલીફ નથી. કલમ 370 હટાવાને અને 15 ઓગસ્ટના કારણે પર એલર્ટ રાખવામાં આવ્યું છે.અધિકારીઓ સાથે BSFની ટુકડીની સતર્કતાના ભાગરૂપે કરી છે.કાશ્મીરની કલમ 370 હટાવ્યા પછી ગુજરાત પાકિસ્તાન બોર્ડર ઉપર ખાસ કોઈ મુમેન્ટ જોવા મળી નથી. BSF કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળવા માટે હમેશા તત્પર હોય છે.