ગાંધીનગર :અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ ઉપર મેમદપૂરા રોડ ક્રોસીંગ પરના બ્રીજના(Bridge Collapses in Ahmedabad ) બોપલ સનાથલ તરફ જતા એકબોક્ષ ગર્ડરના અચાનક તૂટી પડવા અંગેની દુર્ઘટનાની (Bridge Collapses in Ahmedabad)ગંભીરતા ધ્યાને લઈને ઘટનાની તપાસ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચનાની જાહેરાત કરી છે.
IAS લોચન સહેરાના અધ્યક્ષતા હેઠળ કમિટી કરશે તપાસ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના આદેશ અનુસાર શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ (Bridge Engineer Department Gujarat)લોચન સહેરાની અધ્યક્ષતામાં આ તપાસ સમિતીમાં અન્ય 4 સભ્યોની પણ સેવાઓ જરૂરીયાત મુજબ લઈ શકાશે. આ તપાસ સમિતી દુર્ઘટના થવાના કારણો, નુકશાનીની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ-બેદરકારીની તપાસ કરશે, ઉપરાંત ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટેના સુધારાત્મક પગલાંઓ સૂચવશે.