ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૂંગા બહેરા બાળકો માટે કોમ્પ્યુટર ઈમ્પ્લાન્ટની સર્જરી કરીને તેમને સાંભળતા અને બોલતા કરવામાં આવી રહ્યા છે, ડોક્ટર નીરજ સુરીની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અનેક બાળકોની કોમ્પ્યુટર ઇમ્પ્લાન્ટ નાખીને સર્જરી કરવામાં આવી છે અને તેમને બોલતા કરવામાં આવ્યા છે. પાંચ વર્ષ સુધીના બાળકોને આ સર્જરી ઉપયોગી સાબિત થાય છે. તેવા સમયે હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગમાં એક નવું છોગું ઉમેરાવા જઈ રહ્યું છે.
પૂર્વ ક્રિકેટર બ્રેટ લી ગાંધીનગરમાં દેશના પ્રથમ ન્યુ બોર્ન હિઅરીંગ સ્ક્રીનીંગ સેન્ટરનો શુભારંભ કરશે
ગાંધીનગરઃ દેશમાં અનેક બાળકો ખોડખાપણ સાથે જન્મ લેતા હોય છે. જેમાં મૂંગા અને બહેરા બાળકો વધુ પ્રમાણમાં જન્મતા હોય છે. ત્યારે આવા બાળકો જન્મતાની સાથે જ સારવાર મળી રહે અને ઈશારા ઉપર તેમની જિંદગીના વિતાવી પડે તે માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ન્યુ બોર્ન હિઅરીંગ સ્ક્રીનીંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર બ્રેટ લી ચાર સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે શુભારંભ કરાવશે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 4 સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને ગ્લોબલ હિયરિંગ એમ્બેસેડર બ્રેટ લી ઇએનટી વિભાગમાં દેશના પ્રથમ ન્યુબોર્ન સ્ક્રીનીંગ સેન્ટરનો પ્રારંભ કરશે. ત્યારબાદ ઇએનટી વિભાગના વિવિધ તબીબો સાથે ચર્ચા કરશે, તે ઉપરાંત નાનપણથી બહેરા બાળકો વિષય પર વાર્તાલાપ કરવામાં આવશે. જ્યારે 5 સપ્ટેમ્બરના રોજ મૂંગા બહેરા બાળકો દ્વારા જાગૃતિના ભાગરૂપે ફેશન શો યોજવામાં આવશે.
ગાંધીનગર સિવિલમાં શરૂ થઇ રહેલ ન્યુબોર્ન હિઅરીંગ સેન્ટર એક ફાઉન્ડેશન દ્વારા તમામ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્યની સુવિધાઓ સારી બનાવવાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ન્યુબોર્ન હિયરિંગ સેન્ટરમાં મૂકવામાં આવનાર ચાર લાખ રૂપિયાનું મશીન તારા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યું છે. સરકાર કોકલીયર ઇમ્પ્લાન્ટ પાછળ એક બાળકમાં આઠ લાખ રૂપિયા ખર્ચો કરી રહી છે. તેવા સમયે તે જગ્યાએ ચાર લાખ રૂપિયાનો ન્યુબોર્ન હિયરિંગ મશીન આવી શકતી નથી. રાજ્યમાં આવેલી મોટી સરકારી હોસ્પિટલોમાં 40 જેટલા મશીન ચાર લાખના ખર્ચે મૂકવામાં આવે તો અનેક મૂંગા બહેરા જન્મે છે તેમને જન્મતાની સાથે જ બોલી અને સાંભળી શકે છે.
ગાંધીનગરથી દિલીપ પ્રજાપતિનો અહેવાલ ઈ ટીવી ભારત