ગુજરાત

gujarat

ETV Bharat / state

જન્મના પ્રથમ કલાકમાં બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવવું બાળકની તંદુરસ્તી માટે જરૂરીઃ મહિલા-બાળ વિકાસ પ્રધાન - Child Nutrition-Health

રાજ્યની ગર્ભસ્થ માતાઓ, નવજાત શિશુ તથા બાળકોના આરોગ્ય અને ઉત્તમ તંદુરસ્તીના ઉદ્દેશ સાથે આજે મહિલા અને બાળ વિકાસ રાજ્યપ્રધાન મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે 'ઓપ્ટિમલ અર્લી ચાઈલ્ડહૂડ ડેવલપમેન્ટ' વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

By

Published : Oct 13, 2021, 11:41 AM IST

  • માતૃ-બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત આ એક દિવસીય કન્સલ્ટેશન વર્કશોપ યોજાયો
  • પ્રથમ પીળુ ઘટ્ટ દુધ- કોલેસ્ટ્રોમને બાળકના જીવનની પ્રથમ રસી માનવામાં આવે છે
  • મહિલા અને બાળ વિકાસ રાજ્ય પ્રધાન મનીષાબેન વકીલનો સેમિનાર

ગાંધીનગર : મહિલા અને બાળ વિકાસ વિભાગના આઇસીડીએસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ વર્કશોપમાં નિષ્ણાતો દ્વારા માતા ગર્ભ ધારણ કરે તે દિવસથી બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીના 1 હજાર દિવસના સમયગાળામાં માતા અને બાળકની મેડિકેશન અને ન્યુટ્રીશિયનની મહત્વતા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃઆંખો નીચે Dark Circles દૂર કરી ત્વચાની સંભાળ લેવા આ રહી અસરદાર ટિપ્સ

રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગોની આરોગ્ય પોષણની સ્થિતિ સુધારવા માટે પ્રયત્નશીલ

મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રધાન મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગોની આરોગ્ય અને પોષણની સ્થિતિ સુધારવા માટે હરહંમેશાથી પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરનાં બાળકો, કિશોરીઓ અને સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાના આરોગ્ય અને પોષણની સ્થિતિ તંદુરસ્ત કરવા પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં 94.3 ટકા સંસ્થાકિય ડિલેવરી થાય છે

“નેશનલ ફેમિલી હેલ્થ સર્વે” 2019-20ના સર્વેના આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં 94.3 ટકા સંસ્થાકિય ડિલેવરી થાય છે. પ્રથમ કલાકમાં બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવવું બાળકની તંદુરસ્તી માટે ખુબ જ જરૂરી છે. કારણ કે પ્રથમ પીળુ ઘટ્ટ દુધ- કોલેસ્ટ્રોમને બાળકના જીવનની પ્રથમ રસી માનવામાં આવે છે. જે કુદરત તેને તૈયાર કરી આપે છે. જેમાં ભરપુર માત્રામાં એન્ટીબોડી હોય છે. જે બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે.

આ પણ વાંચોઃસાધારણ ચાલવા કરતાં ઝડપથી ચાલવું ફાયદાકારક છે

'આયુષ ટેક હોમ રેશન'નું લોકાર્પણ કરવામાં આવ્યું

માતૃ-બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત આ એક દિવસીય કન્સલ્ટેશન વર્કશોપમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય પ્રધાન મનીષાબેન વકીલના હસ્તે સમતોલ પોષણ અને આયુર્વેદિક વિરાસતનો અતુલ્ય સમન્વય ધરાવતા 'આયુષ ટેક હોમ રેશન'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદને સાંકળીને પોષણ કીટ તૈયાર કરવામાં આવી છે. તે ઉપરાંત રાજ્યના 'પોષણ સુધા યોજના'ના લાભાર્થીઓને સમયસર અને ઝડપી લાભ મળી રહે અને તેનું રિયલ ટાઇમ મોનીટરીંગ થઈ શકે તે હેતુસર 'પોષણ સુધા યોજના' મોબાઇલ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ન્યુટ્રીશિયન એ દરેક સમાજ, પરિવાર અને ઘર સાથે સંકળાયેલો એક મહત્ત્વનો મુદ્દો છે

ગુજરાત યુનિસેફના ઓફિસર ઇન ચાર્જ શ્યામ નારાયણ દવેએ આ જરૂરી વિષય પર વર્કશોપનું આયોજન કરવા બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવી કહ્યું હતું કે, ન્યુટ્રીશિયન એ દરેક સમાજ, પરિવાર અને ઘર સાથે સંકળાયેલો એક મહત્ત્વનો મુદ્દો છે. બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે અને ભવિષ્યને સલામત રાખવું એ આપણા સૌની જવાબદારી છે એ માટે જ ગર્ભાવસ્થાના દિવસથી એક હજાર દિવસ સુધી શું ખાવું અને શું નહીં તે અંગે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે જ આપણે તંદુરસ્ત પરિવાર અને સમાજનું નિર્માણ કરી શકીશું.

ABOUT THE AUTHOR

...view details