ગાંધીનગર: 18, 19 અને 20 એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) આવી રહ્યા છે. તો હવે 21 એપ્રિલના રોજ બ્રિટનના વડાપ્રધાન (PM Of Britain) બોરિસ જોન્સનપણ ગુજરાતની મુલાકાતે (Boris Johnson Gujarat Visit) આવે તેવી શક્યતાઓ છે. બ્રિટનના વડાપ્રધાન 20 એપ્રિલથી 24 એપ્રિલ દરમિયાન ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. તેમનો ગુજરાત પ્રવાસ પણ નક્કી કરવામાં આવ્યો છે અને અમદાવાદના ગાંધી આશ્રમ (gandhi ashram ahmedabad)ની મુલાકાત પણ તેઓ લેશે.
JCBની નવી મેન્યુફેક્ચરિંગ ACDTની મુલાકાત લેશે- સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન 21 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ (Boris Johnson In Ahmedabad) તથા બરોડાની મુલાકાત (Boris Johnson In Vadodara) લેશે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન બરોડા ખાતે આવેલા બ્રિટિશ કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ ઉત્પાદક JCBની નવી મેન્યુફેક્ચરિંગ ACDTની (jcb manufacturing plant in vadodara) મુલાકાત લેશે. સાથે જ અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે મુલાકાત લઈને ચરખા પર પોતાનો હાથ પણ અજમાવશે.
આ પણ વાંચો:PM મોદી અને બ્રિટનના વડાપ્રધાન વચ્ચે થઇ ફોન પર વાતચીત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા