ગાંધીનગરઃ ગુજરાતમાં યુવાનોમાં વિદેશ જઈને કમાવવાનો અને સ્થાયી થવાનો ક્રેઝ વધી રહ્યો છે. યુવાનોની આ ઘેલછાનો લાભ અનેક લેભાગુ તત્વો લઈ રહ્યા છે. જેમાં બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવીને યુવાનોને વિદેશ મોકલવાના કૌભાંડો બહાર આવતા જાય છે. છેલ્લા 1 મહિનામાં સીઆઈડી ક્રાઈમમાં જ 3 ફરિયાદો કરવામાં આવી હતી. જે અંતર્ગત વિભાગે 17 ડિસેમ્બરના રોજ અમદાવાદ, બરોડા અને ગાંધીનગરમાં વીઝા કન્સલ્ટિંગ કરનારી ઓફિસોમાં રેડ કરી હતી. આ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા 5 FIR નોંધવામાં આવી છે અને વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ 4 આરોપીની ધરપકડઃ સીઆઈડી ક્રાઈમ દ્વારા ગેરકાયદેસર વીઝા પૂરા પાડવાની ફરિયાદને આધારે આઉટ સોર્સ ઈન્ડિયા નામક ઓફિસ પર રેડ કરવામાં આવી હતી. આ ઓફિસ ચલાવનારા દીપક પટેલ અને સ્નેહલ પટેલની સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ અમદાવાદના નીરવ મહેતા,અનિલ મિશ્રા અને દિલ્હીના અમરેન્દ્ર પુરી પાસેથી બનાવટી સર્ટિફિકેટ બનાવતા હતા. બોગસ વીઝા કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ વિભાગ અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. સીઆઈડી ક્રાઈમને જાણવા મળ્યું છે કે આરોપીઓ નકલી માર્કશીટ, સર્ટિફિકેટ અને બેન્ક સ્ટેટમેન્ટને આધારે બોગસ વીઝા કાંડ કરતા હતા. આ બોગસ વીઝા કાંડનો મુખ્ય સૂત્રધાર હજૂ પણ કાયદાની પહોંચથી બહાર છે.
FSL રિપોર્ટમાં ઘટસ્ફોટઃ અગાઉ સીઆઈડી ક્રાઈમ દ્વારા ફ્યૂચર પ્લાનિંગ વીઝા કન્સલ્ટન્સીમાં રેડ કરવામાં આવી હતી. તેમાંથી પકડાયેલ લેપટોપ હાર્ડ ડિસ્ક, મોબાઈલ, પેનડ્રાઈવને તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા. FSL દ્વારા આ ઈન્સ્ટ્રૂમેન્ટ્સમાંથી વિવિધ ડોક્યૂમેન્ટ્સ અને બેન્ક સ્ટેટમેન્ટ્સ મળી આવ્યા હતા. જેની ચકાસણી કરી FSL વિભાગે રીપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં આ ડોક્યુમેન્ટ્સ બનાવટી હોવાનું જાહેર થયું હતું. આ કેસમાં વિભાગે અવકાશ ચૌધરી, સાહિલ પટેલ અને કૃણાલ ભર્યા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. સીઆઈડી ક્રાઈમ દ્વારા હજૂ પણ પુરાવા FSLને મોકલવામાં આવ્યા છે. FSL વિભાગ તરફથી નવો રીપોર્ટ આવશે ત્યારે આ બોગસ વીઝા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે.
બોગસ વીઝા રેકેટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આરોપીઓ દીપક પટેલ અને સ્નેહલ પટેલ આઉટસોર્સ ઈન્ડિયા નામક વીઝા કન્સલ્ટન્સી ઓફિસ ખોલીને યુવાનોને ખોટી નોકરીની લાલચ આપતા હતા. આરોપીઓ નકલી માર્કશીટ, સર્ટિફિકેટ અને બેન્ક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરતા હતા. આરોપીઓ અમદાવાદના નીરવ મહેતા, અનિલ મિશ્રા અને દિલ્હીના અમરેન્દ્ર પાસેથી બનાવટી સર્ટિફિકેટ બનાવતા હતા. બોગસ વીઝા કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે અત્યાર સુધી 5 FIR નોંધવામાં આવી છે...સંજય ખરાંત(એસપી, સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગર)
- બોગસ વિઝા કૌભાંડ; CID ક્રાઇમ દ્વારા 17 જગ્યા ઉપર રેડ, 5 એજન્ટો વિરુદ્ધ FIR, 2ની ધરપકડ
- બોગસ ટોલનાકા કેસમાં જેરામ પટેલના પુત્રની સંડોવણી મામલે બોલ્યા નરેશ પટેલ, પત્રકાર પરિષદમાં શરૂ થયો રેપીડ ફાયર રાઉન્ડ