ગુજરાત

gujarat

ETV Bharat / state

BOARD EXAM : 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા, જુઓ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ

રાજ્યના શિક્ષણ બોર્ડે આ વર્ષે ધોરણ 10થી 12 બોર્ડની પરીક્ષાની તારીખ (Gujarat Board of Education) જાહેર કરી છે. હવે આ પરીક્ષા (BOARD EXAM 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન યોજાશે. તો કઈ પરીક્ષા ક્યારે યોજાશે જુઓ સમગ્ર કાર્યક્રમ વિગતવાર.

BOARD EXAM : 28 માર્ચ થી 12 એપ્રિલ સુધી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાશે, જુવો પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ
BOARD EXAM : 28 માર્ચ થી 12 એપ્રિલ સુધી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાશે, જુવો પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ

By

Published : Feb 23, 2022, 2:55 PM IST

Updated : Feb 23, 2022, 3:10 PM IST

ગાંધીનગર:શૈક્ષણિક વર્ષ 2020-21માં (Gujarat Board of Education)ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના(BOARD EXAM)વિધાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેગ્યુલર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ વર્ષે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 28 માર્ચ થી 12 એપ્રિલ સુધી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃGujarat Unemployed Librarian : રાજ્યમાં 23 વર્ષથી એક પણ ગ્રંથપાલની ભરતી નથી થઈ, જાણો બેરોજગારની વેદના

ધોરણ 10ની પરીક્ષાનો કાર્યક્રમ (સમય : સવારે 10 થી 1.15)

તારીખ વિષય
28 માર્ચ ગુજરાતી
30 માર્ચ ગણિત
31 માર્ચ સ્ટાન્ડર્ડ ગણિત
04 એપ્રિલ વિજ્ઞાન
05 એપ્રિલ સામાજિક વિજ્ઞાન
07 એપ્રિલ ગુજરાતી
08 એપ્રિલ અંગ્રેજી
09 એપ્રિલ હિન્દી

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ (સમય બપોરે 3 થી 6.15)

તારીખ વિષય
28 માર્ચ એકાઉન્ટ
29 માર્ચ આંકડાશાસ્ત્ર
30 માર્ચ તત્વજ્ઞાન
31 માર્ચ અર્થશાસ્ત્ર
04 એપ્રિલ વાણિજ્ય વ્યવસ્થા
05 એપ્રિલ અંગ્રેજી, ગુજરાતી (દ્વિતિય ભાષા)
06 એપ્રિલ ગુજરાતી (પ્રથમ ભાષા)
09 એપ્રિલ કમ્પ્યુટર
12 એપ્રિલ સમાજશાસ્ત્ર

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ટાઈમ ટેબલ (સમય બપોરે 3 થી 6.30)

તારીખ વિષય
28 માર્ચ ભૌતિક વિજ્ઞાન
30 માર્ચ રસાયણ વિજ્ઞાન
01 એપ્રિલ જીવવિજ્ઞાન
04 એપ્રિલ ગણિત
6 એપ્રિલ અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા
08 એપ્રિલ ગુજરાતી પ્રથમ ભાષા

આ પણ વાંચોઃPSI Exam Date : કરવા મંડો તૈયારી, PSIની પ્રિલીમનરી પરીક્ષા 6 માર્ચે યોજાશે

ગાઈડલાઇન મુજબ પરીક્ષા

રાજ્યમાં જે રીતે કોઈ પણ પરિસ્થિતિ છે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જ પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કેસમાં વધારો થશે તો આમાં ફેરફાર થવાની શક્યતા છે. પરંતુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. આ ઉપરાંત શાળામાં પરીક્ષા દરમિયાન થર્મલ ગન થી વિધાર્થીઓનું ચેકિંગ અને સેનીટેશનની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

Last Updated : Feb 23, 2022, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details