શિક્ષણપ્રધાન કુબેર ડીડોર અને પ્રફુલ પાનસેરીયા વિદ્યાર્થીઓને શુભેચ્છા ગાંધીનગર : આજે 14 માર્ચથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે સવારે 10:00 કલાકે ધોરણ 10નું પ્રથમ પેપર આપવા માટેે 8:30 વાગ્યાથી જ વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા. ત્યારે ગાંધીનગરની સ્વામિનારાયણ સંકુલમાં આવેલી શાળામાં રાજ્યના કેબિનેટ શિક્ષણપ્રધાન કુબેર ડીંડોર અને રાજ્ય કક્ષાના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરીયા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતાં. મુલાકાત સમયે તેઓએ એક મહત્વની જાહેરાત કરી હતી કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ પ્રકારની સમસ્યા કે તકલીફ હોય તો સીધો જ સરકારને ફોન કરીને જાણ કરી શકે છે.
કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા : પરીક્ષા બાબતે રાજ્યના કેબિનેટ શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરેમીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં કુલ 16,50,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વર્ષ 2023 માર્ચની પરીક્ષામાં 83 જેટલા ઝોનની રચના કરવામાં આવી છે અને 958 સેન્ટર તથા 3127 બિલ્ડીંગમાં એક સાથે 31,819 બ્લોકમાં પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 10માં 9,56,753 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 56 ઝોનની રચના કરવામાં આવી છે. જેમાં 140 સેન્ટર પર 581 બ્લોકના 6425 બ્લોકમાં પરીક્ષા યોજવામાં આવશે. જ્યારે રીપીટર વિદ્યાર્થી તરીકે 395 જેટલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. આ ઉપરાંત સામાન્ય પ્રવાહમાં કુલ 525 સેન્ટર ઉપર 833 બિલ્ડીંગ તથા 18,389 બ્લોકમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજવામાં આવશે.
આ પણ વાંચો Board Exam 2023 : પરિવાર અને સમાજના વિરોધ વચ્ચે પત્નીને બોર્ડની પરીક્ષા અપાવતો પતિ
બોર્ડની પરીક્ષામાં ખાસ ટોલ ફ્રી નંબર : ધોરણ 10:12 ના બોર્ડના પરીક્ષાથી અને વાલીઓને અનેક પ્રકારની તકલીફ હોય છે અને તે તકલીફોનું નિરાકરણ પણ આવતું નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા માર્ચ 2023 ની બોર્ડની પરીક્ષામાં ખાસ ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જે બાબતે રાજ્ય સરકારના કેબિનેટ શિક્ષણ પ્રધાન કુબેર ડીડોરે જાહેરાત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ તરફથી રાજ્ય સરકાર દ્વારા રાજ્ય હેલ્પ લાઈન ટોલ ફ્રી નંબર 1800235500 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જે કોઈપણ વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો સીધો જ સરકારમાં ફોન કરીને તેઓ જાણ કરી શકે છે. જ્યારે આ હેલ્પલાઇન નંબર 29 માર્ચ 2023 સુધી સવારે 10 વાગ્યાથી સાંજના ચાર કલાક સુધી કાર્યરત રહેશે.
આ પણ વાંચો Surat News : ટ્રાફિકમાં ફસાયેલા બોર્ડ પરીક્ષાર્થીઓ માટે મદદગાર સુરત પોલીસ, સમયસર કેન્દ્ર પર પહોંચાડવા શું કર્યું જૂઓ
શિક્ષણપ્રધાનોની પેપર ટ્રેકિંગ સીસ્ટમ પર નજર: રાજ્યના કેબિનેટ શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે પરીક્ષા બાબતે જિલ્લા કલેકટરને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં ખાસ પરીક્ષાને લઈને ફાઈનસ બોર્ડની રચના કરવામાં આવી છે. જે સમયાંતરે તમામ શાળાઓમાં જઈને પરીક્ષા બાબતની ખાસ તકેદારી રાખશે. સાથે જ રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર અને રાજયકક્ષાના શિક્ષણપ્રધાન પ્રફુલ્લ પાનસેરીયાએ પેપર ટ્રેકિંગ સિસ્ટમની મુલાકત લીધી હતી જેમાં પેપર મુખ્ય કેન્દ્ર પરથી નીકળીને વિધાર્થીઓના હાથમાં પહેચે ત્યાં સુધીની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાતના જિલ્લામાં સુરક્ષિત પેપર પહોંચ્યા : રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં અને નિરીક્ષણ બાદ નિવેદન આપ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા કચ્છના અને રાજ્યના છેવાડા સુધીની તમામ શાળાઓમાં પેપર સુરક્ષિત પહોંચ્યા છે. ગુજરાતનો પોલીસ વિભાગ પણ સક્રિય છે. પેપરનું તમામ પ્રકારનું પેકિંગ સાથે તમામ 2844 શાળામાં ચેક કરી લેવામાં આવ્યું છે. આમ કોઈ જગ્યાએ પ્રથમ દિવસે કોઈ ફરિયાદ પ્રાપ્ત થઈ નથી. જ્યારે પરીક્ષા આપવા દરમિયાન કોઈ વિદ્યાર્થીઓને રસ્તામાં કોઈ પ્રોબ્લેમ થાય તો પોલીસકર્મી જે તે વિદ્યાર્થીને શાળા સુધી પહોંચાડશે તેવી વ્યવસ્થા પણ શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવી છે.