ગાંધીનગર: રાજ્યમાં ખાલી પડેલ સ્થાનિક સ્વરાજ્યની બેઠકો પર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 22 જુલાઈએ ઉમેદવારી માટેનો અંતિમ દિવસ છે તેને ધ્યાનમાં લઈને આજે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ભાજપ પક્ષની પાર્લામેન્ટરી બેઠક મળી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા.
કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી:સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલ બે નગરપાલિકાઓની 3 બેઠકો તથા 18 નગરપાલિકાઓની 29 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે. 17 જુલાઈના રોજ ચૂંટણી અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 22 જુલાઈ 2023ના રોજ ઉમેદવારી માટેનો અંતિમ દિવસ છે. 24 જુલાઈએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 25 તારીખે ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે.
6 ઓગસ્ટના દિવસે મતદાન: નગરપાલિકા અને મહાનગરપાલિકાની ખાલી પડેલ બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે. 6 ઓગસ્ટ રવિવારના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કોઈ પણ પ્રકારનો વિલંબ અથવા તો કોઈ અઘટિત ઘટના બને તો પુન: મતદાન 7 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવશે. ત્યારબાદ 8 ઓગસ્ટ 2023 ના રોજ મત ગણતરી હાથ ધરીને પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા
આચાર સંહિતા લાગુ: ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલી પેટા ચૂંટણીને લઈને 2 મહાનગરપાલિકાઓની 3 બેઠક અને 18 નગરપાલિકાઓની 29 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. ત્યારે જે બેઠક ઉપર ચૂંટણી છે તેવા બેઠક ઉપર શાસક પક્ષ, રાજકીય પક્ષો કે ઉમેદવારોએ વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે સંબંધીત આદર્શ આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે. 8 ઓગસ્ટ 2023 સુધી આચારસંહિતા અમલમાં રહેશે.
કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ્દ: સંબંધીત કચેરીઓને ચૂંટણી દરમિયાન તાકીદના તબીબી કારણો સિવાય ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓની રજા મંજૂર કરવી નહીં. ઉપરાંત બદલી પણ કરી શકાશે નહીં. જ્યારે સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક પણ આપી શકાશે નહીં. જ્યારે મતદારો પ્રભાવિત થાય તેવી કોઈપણ પ્રકારની જાહેરાત પણ કરી શકાશે નહીં અને વચન પણ નહીં આપી શકાય.
- RMC Election : રાજકોટ મનપાની બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે, શું છે તેનું સમીકરણ જુઓ આ અહેવાલમાં
- Local Swaraj by Elections : સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીની જાહેરાત, આચાર સંહિતા લાગુ, કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી જૂઓ