ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં જરૂરીયાતમંદોને ભાજપ રાશન કીટનું વિતરણ કરશે - પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના

ગાંધીનગર લોકસભા મત વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ પરીવારોને અંદાજે 60 હજાર જેટલી રાશન કીટનું વિતરણ કરવાનું ભાજપે નક્કી કર્યું છે. દરેક કીટની સાથે બે માસ્ક અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની માહિતી પત્રિકા પણ આપવામાં આવશે.

ગાંધીનગર
ગાંધીનગર

By

Published : Apr 24, 2020, 6:45 PM IST

ગાંધીનગર: ગાંધીનગર લોકસભા મત વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ પરીવારોને અંદાજે 60 હજાર જેટલી રાશન કીટનું વિતરણ કરવાનું ભાજપે નક્કી કર્યું છે. દરેક કીટની સાથે બે માસ્ક અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની માહિતી પત્રિકા પણ આપવામાં આવશે.

જે અંતર્ગત પ્રથમ તબક્કામાં આવતી કાલથી એટલે કે, શનિવારે સાણંદ વિધાનસભા વિસ્તારમાં સાણંદ ખરીદ વેચાણ સંઘ ખાતે રાશન કિટનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ ગાંધીનગર લોકસભાના અન્ય વિધાનસભા વિસ્તારોમાં પણ તબક્કાવાર વિતરણ કરવામાં આવશે.

આ સાથે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિતશાહે ગાંધીનગર લોકસભાના તમામ લોકોને માસ્ક પહેરવા અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા પણ અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details