ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાતથવાની બસ ગણતરીની કલાકો રહી છે. તારીખ 1 નવેમ્બર અથવા 2 નવેમ્બર ના રોજ વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે તેમ છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં છેલ્લી કેબીનેટબેઠક યોજાશે. જેમાં ગુજરાત રાજ્યમાં કોમન સિવિલ કોડ (Common Civil Code) લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે.
કોમન સિવિલ કોડ લાગુગુજરાતમાં કોમન સિવિલ કોડ (Common Civil Code) લાગુ કરશે. જે અંતર્ગત ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ ની તૈયારી પણ કરી લેવામાં આવી છે. લગ્ન તથા છૂટાછેડા માટે તમામ સમાજને અને તમામ લોકોને એક જ નિયમ લાગુ પડશે. જ્યારે આ તૈયારીના ભાગરૂપે રાજ્ય સરકારે નિમૃત હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં એક કમિટી પણ બનાવવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડ અમલીકરણ અંગે કમિટી અહેવાલ પણ આપશે. જ્યારે તમામ પ્રકારની સત્તાવાર માહિતી બપોરે 2:30 વાગ્યાની કેબિનેટ બાદ રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સત્તાવાર જાહેરાત કરશે.
ચૂંટણી પહેલા મોટી જાહેરાતગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કોમન સિવિલ કોડની માંગ થઈ રહી હતી. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ 1 અથવા તો બે નવેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે તેની સત્તાવાર જાહેરાત થવાની છે. તેની જાહેરાત થાય તે પહેલા જ રાજ્ય સરકાર દ્વારા એક મોટો માસ્ટર સ્ટ્રોક રમવામાં આવ્યો છે. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ પક્ષ દ્વારા મહત્વને જાહેરાત પણ બપોરે 3.30 કલાકે કેન્દ્રીય પ્રધાન અને પરષોત્તમ રૂપાલા અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી આ બાબતની સત્તાવાર જાહેરાત કરશે.
યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
ભારતમાં રહેતા દરેક લોકો માટે એકસમાન કાયદો.
કાયદાની નજરમાં બધા એકસમાન હશે.
લગ્ન, છૂટાછેડા, દત્તકના નિયમ એકસરખા હશે.
ઉત્તરાધિકાર, વારસા વગેરેમાં નિયમ એકસમાન રહેશે.