ગાંઘીનગર : વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂટણીમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 327 મતોથી ઘોળકા વિધાનસભા બેઠક પરથી જીત થઇ હતી. જેમાં કોગ્રેસ પક્ષના ઉમેદવાર અશ્વિન રાઠોડે ચૂડાસમાની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. જેનો આજે મંગળવારે હાઇકોર્ટ દ્વારા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો નિર્ણય આપ્યો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ભાજપ પક્ષ અને રૂપાણી સરકાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે છે.
ભાજપ પક્ષ અને રૂપાણી સરકાર ભુપેન્દ્રસિહ ચુડાસમા સાથે : નિતિન પટેલ
વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂટણીમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 327 મતોથી ઘોળકા વિધાનસભા બેઠક પરથી જીત થઇ હતી. જેમાં કોગ્રેસ પક્ષના ઉમેદવાર અશ્વિન રાઠોડે ચૂડાસમાની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. જેનો આજે મંગળવારે હાઇકોર્ટ દ્વારા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો નિર્ણય આપ્યો છે.
નાયબ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતુ કે અમારો ભાજપ પક્ષ અને અમારી સરકાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે છે. હાઇકોર્ટના ચુકાદાને અમે અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે પટેલે એવું પણ જણાવ્યું હતુ કે હાઇકોર્ટે ચુંટણી રદ કરી છે તેથી સરકારમાં હવે તેમનુ સ્થાન અને ધારાસભ્ય પદે તેઓ રહેતા નથી. પણ રાષ્ટ્રીય નેતાગીરી અને વકીલોની સલાહ લઇને સારો અને વ્યવહારુ રસ્તો કરીશુ. તેઓ જનસંઘથી અમારી સાથે છે. ચૂંટણીની મતગણતરી થઇ હતી તે વ્યથીત થઇ નહતી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. પણ આજે નામદાર હાઇકોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે અમારા માટે મોટો ઝટકો છે. આ સાથે જ હવે વકીલો સાથે ચર્ચા કરીને સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે લાવવા માટે સુપ્રીપ કોર્ટમાં અપીલ કરીશુ.
જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠાડે જણાવ્યું હતુ કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતોથી જીત મેળવી હતી. જે બાબતે હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. આજે હાઇકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે. તે અમને શિરોમાન્ય છે.