- ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનમાં વોર્ડ 7 માં બીજેપી પેનલ જીતી
- આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરાશે
- કોલવડા અને વાવોલ વિસ્તારમાં ભાજપ પેનલની જીત
ગાંધીનગર : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી આગળ વધી રહી છે, ત્યારે વોર્ડ નંબર ૭માં ભાજપના તમામ ચાર ઉમેદવારોનો વિજય થયો છે. આમ સત્તાવાર રીતે ભાજપની પેનલ કોડ નંબર ૭માં વિજય થઈ છે, ત્યારે વિજય ઉમેદવારો કિંજલ ઠાકોર, પ્રેમલસિંહ ગોલ, શૈલેષ પટેલ અને સોનલ બા વાઘેલા ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા પાંચ વર્ષનો એક્શન પ્લાન પણ જણાવ્યું હતો.
આંતરમાળખાકીય સુવિધાઓમાં થશે વધારો
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સીમાંકન પહેલા વાવોલ અને કોલવડા વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં ગણવામાં આવતું હતું. પરંતુ નવા સીમાંકનમાં કોલવડા અને વાવોલ ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવી લેવામાં આવ્યો છે. અને પ્રથમ વખત ત્યાંથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની પેનલનો વિજય થયો છે. ત્યારે ભાજપના વિજેતા ઉમેદવારો ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રસ્તાની હાલત ખરાબ છે, ત્યારે આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે અને રોડ-રસ્તાઓ તથા ગટર જેવી સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે.