ગુજરાત

gujarat

ETV Bharat / state

દહેગામમાં ભાજપે નિયમોને નેવે મૂકી ભરતી મેળો યોજ્યો, કોંગી પૂર્વ સદસ્ય સહિત 15 લોકો જોડાયાં

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે કોઈપણ પ્રકારના મેળાવડા કેન્દ્ર સરકારે મનાઈ ફરમાવી છે. તેવા સમયે દહેગામમાં આવેલા વેપારી જીન ખાતે આજે દહેગામ ધારાસભ્યની હાજરીમાં ભાજપે નિયમો નેવે મૂકીને ભરતી મેળો યોજાયો હતો. કોંગ્રેસના પૂર્વ તાલુકા સદસ્ય અને એનએસયુઆઇના કાર્યકરો ભાજપમાં જોડાયાં હતાં.

દહેગામમાં ભાજપે નિયમોને નેવે મૂકી ભરતી મેળો યોજ્યો, કોંગી પૂર્વ સદસ્ય સહિત 15 લોકો જોડાયાં
દહેગામમાં ભાજપે નિયમોને નેવે મૂકી ભરતી મેળો યોજ્યો, કોંગી પૂર્વ સદસ્ય સહિત 15 લોકો જોડાયાં

By

Published : Jul 2, 2020, 6:47 PM IST

ગાંધીનગરઃ દહેગામ તાલુકા કોંગ્રેસના આગેવાન અને 15 જેટલા કાર્યકર્તાઓએ આજે ભાજપ જિલ્લા પ્રમુખની હાજરીમાં કેસરીયા પહેરી લીધાં હતાં. દહેગામમાં આવેલા વેપારી જીનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને એનએસયુઆઇના કાર્યકર્તાઓ ભાજપ ભેગા થઇ ગયાં હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પૂર્વ હોદ્દેદારને ભાજપ દ્રારા આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકીટ આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે. જેને લઇને પોતાના પુત્ર સાથે ભાજપ ભેગા થયાં છે.

દહેગામમાં ભાજપે નિયમોને નેવે મૂકી ભરતી મેળો યોજ્યો, કોંગી પૂર્વ સદસ્ય સહિત 15 લોકો જોડાયાં
બીજી તરફ કેન્દ્ર સરકારે કોરોનાવાયરસને લઈને ગાઈડ લાઇન બહાર પાડી છે. જેમાં કોઈ મેળાવડા યોજવાના નથી, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. તેમ છતાં આજે દરેક ગામમાં ભાજપના હોદ્દેદારો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની જાણ પોલીસને પણ નથી ત્યારે ગાંધીનગર જિલ્લામાં બે દિવસમાં બે કાર્યક્રમ આ પ્રમાણેના યોજાયા છે. ગઈકાલે બુધવારે ગાંધીનગર શહેરમાં કોળી સમાજ દ્વારા જ્યારે આજે દહેગામમાં ભાજપે કાર્યક્રમ યોજ્યો હતો.દહેગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસમાં વર્ષો પહેલાં કામ કરતાં હતાં અને આ 15 જેટલા લોકો છે તેમાં એક જ પરિવારના છે. એમના જવાથી કોંગ્રેસને કોઇ જ મોટું નુકસાન થયું નથી. ભાજપ માત્ર વાહવાહી મેળવવા માટે આ પ્રકારના કાર્યક્રમો કરી રહી છે. પરંતુ તેનાથી કોંગ્રેસને કોઇ ફેર પડતો નથી. આગામી સમયમાં મોટો હોદ્દો આપવામાં આવશે, તેવી લાલચ આપવામાં આવી છે તેના કારણે કોંગ્રેસ છોડીને ગયાં છે.

ABOUT THE AUTHOR

...view details