ગાંધીનગરગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને (Gujarat Election 2022) ધ્યાનમાં લઈને ભાજપ ફરી એક વાર કાર્પેટ બોમ્બિંગ કરવા મેદાને ઉતરી છે. અમદાવાદની 16 બેઠક પર ભાજપના દિગ્ગજ નેતાઓ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. તે અંતર્ગત દિલ્હી ભાજપના સાંસદ અને ફિલ્મ કલાકાર મનોજ તિવારીએ (BJP MP Manoj Tiwari Election Campaign) બાપુનગર વિધાનસભા બેઠક (Bapunagar Assembly constituency) પર ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. સાથે જ તેમણે પોતાના આગવા અંદાજમાં ભાજપ જીત મેળવે તેવું સૂત્ર આપ્યું હતું.
વ્રષ 2017માં વિજેતા કૉંગ્રેસના ધારાસભ્ય પોતાનું કાર્યાલય પણ શરૂ નથી કરી શક્યાવર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં બાપુનગર વિધાનસભા બેઠક પરથી સામાન્ય 3,000 જેટલા મતથી કૉંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ (Himmatsinh Patel Congress Candidate for Bapunagar) વિજય બન્યા હતા. આ અંગે બાપુનગર ખાતે (Bapunagar Assembly constituency) યોજાયેલી મનોજ તિવારીની (BJP MP Manoj Tiwari Election Campaign) જાહેર સભામાં બાપુનગરના ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહએ (Campaign for BJP Candidate Dinesh Singh Kushwah) જાહેરમાં નિવેદન આપ્યું હતું કે, વર્ષ 2017 માં જે ધારાસભ્ય બન્યા છે તેઓએ બાપુનગર વિધાનસભા વિસ્તારમાં પાંચ વર્ષ સુધી પોતાનું કાર્યાલય પણ શરૂ કરી શક્યા નથી.
કોરોના કાળમાં કોંગી નેતા ક્યાંય ન દેખાયા કોરોના કાળમાં કોંગી નેતા ક્યાંય ન દેખાયા તેમણે ઉમેર્યું હતું કે, કોરોના કાળમાં પણ બાપુનગરના ધારાસભ્ય (Bapunagar Assembly constituency) ક્યાંય જોવા મળ્યા નહતા, પરંતુ અમે ભેગા મળીને એક આખી હોસ્પિટલ શરૂ કરી હતી અને લોકોને સારવાર પણ આપી હતી. જ્યારે કોરોના કાળમાં લોકોને ખાવાની સુવિધા, હોસ્પિટલની સુવિધા પણ શરૂ કરી હતી અને લોકોની સેવા કરી હોવાનું નિવેદન દિનેશસિંહ કુશવાહે (Campaign for BJP Candidate Dinesh Singh Kushwah) આપ્યું હતું.
ભાજપના ઉમેદવારનું આહ્વાન જ્યારે બૂથ પ્રમાણે વધુમાં વધુ ભાજપ તરફી મતદાન કરવાનું સૂચન ઉમેદવાર ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહે (Campaign for BJP Candidate Dinesh Singh Kushwah) આપ્યું હતું. સાથે જ 2020માં યોજાયેલી કોર્પોરેશન ચૂંટણીમાં બાપુનગર, સરસપુર અને રખિયાલ 8 ભાજપના કોર્પોરેટરો જીતડયા છે. એનાથી વિધાનસભા ચૂંટણીમાં ભારે મતદાન કરીને પ્રચંડ જીત મેળવવા માટેનું આહ્વાન કર્યું હતું.
લોકોમાં અનેરો ઉત્સાહ: મનોજ તિવારીદિલ્હીના સાંસદ અને ભાજપના સ્ટાર પ્રચારક મનોજ તિવારીએ (BJP MP Manoj Tiwari Election Campaign) જણાવ્યું હતું કે, બાપુનગરમાં (Bapunagar Assembly constituency) લોકોના આશીર્વાદ મળ્યા છે. તે રીતે અમારા ઉમેદવાર ભારે મતોથી જીત મેળવશે. આજે સવારે હું અમદાવાદ આવ્યો ત્યાંથી બરોડા ગયો અને ત્યાં ત્યારબાદ ડભોઇ ગયો અને ડભોઇથી બાપુનગર આવ્યો છું. ત્યારે લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હવે લોકોને વિશ્વાસ થઈ ગયો છે કે, ભાજપે સેવા કરી કરીને સેવક ભાવ ઊભો કર્યો છે અને અન્ય કોઈ આને ટચ પણ કરી શકે તેમ નથી. જ્યારે વર્ષ 2017માં આવેલા પરિણામ 2022માં અલગ હશે અને 2017ના પરિણામ કરતા 30થી 35 બેઠકો જીતમાં ઉમેરો થશે.
2012માં હું આવ્યો અને ભાજપ જીત્યું, 2017માં ના આવી શક્યોમનોજ તિવારીએ (BJP MP Manoj Tiwari Election Campaign) જાહેર મંચ પર નિવેદન આપ્યું હતું કે, હું પહેલા પણ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અહીંયા આવ્યો હતો ત્યારે ભાજપને જીત મળી હતી, પરંતુ 2017ની ચૂંટણીમાં હું આવ્યો નહતો. તેમાં ભાજપની હાર થઈ અને હવે હું ફરીથી અહીંયા આવ્યો છું ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે, તમામ સમાજ એક સાથે મળીને આ ચૂંટણીમાં એ લોકોની ચંગૂલથી બચાવશે. જે લોકો દેશને તોડવા માગે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા સેવકની ઓકાત બતાવવા માગે છે. તેમને બાપુનગરની (Bapunagar Assembly constituency) જનતા ઔકાત બતાવશે. જ્યારે 2017માં બાપુનગર બેઠક પર પ્રચાર માટેના આવતા મનોજ તિવારીએ જાહેરમાં માફી માગી હતી.
AAP વિશે નિવેદનભાજપ સાંસદ મનોજ તિવારીએ (BJP MP Manoj Tiwari Election Campaign) આમ આદમી પાર્ટી બાબતે નિવેદન આપ્યું હતું કે, અરવિંદ કેજરીવાલના ધારાસભ્યને દિલ્હીમાં જનતા દોડાવી દોડાવીને મારી રહી છે, તેમના પ્રધાન જેલમાં યાદશક્તિ ગુમાવાનું કારણ બતાવીને છૂપાઈ રહ્યા છે. જ્યારે જેલની અંદર દુષ્કર્મી પાસેથી મસાજ કરાવી રહ્યા છે. ત્યારે આ બધી વસ્તુઓ જાણ્યા બાદ આ લોકો રાજકીય રૂપથી તમામ પ્રદેશની જનતાએ આમ આદમી પાર્ટીને તેમની આંખોમાંથી ઉતારી દીધા છે.