સૂત્રોના જણાવ્યાં અનુસાર, વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠક પર ઉમેદવારોને મોટી સરસાઈથી કઈ રીતે જીતી શકાય સાથે જ આ તમામ બેઠક પર ક્યાં ઉમેદવારને મેદાને ઉતારી શકાય તે અંગેની ખાસ ચર્ચા થઈ હતી. મહત્વની વાત છે કે, ખાલી પડેલી 6 વિધાનસભાની બેઠકમાં 2 વિધાનસભા બેઠક વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે ગઈ હતી. જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસથી ચૂંટાયા હતાં. પણ આ વખતે આ બંન્નેએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં આવી જતા હવે ત્યારના સ્થાનિક સંગઠન અને અન્ય રીતે ભાજપ પક્ષના ઉમેદવારો કઈ રીતે જીતી શકે તે અંગેનું બેઠકમાં ચર્ચા કરાઈ હતી. જ્યારે બેઠકમાં તમામ બેઠક પર 3 જેટલા ઉમેદવારોની પેનલ બનાવીને દિલ્હી ખાતે મોકલવામાં આવશે, ત્યાર બાદ ઉમેદવારોના નામનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
CMના નિવાસસ્થાને યોજાઈ પાર્લામેન્ટરી બેઠક, પેટા ચૂંટણી અંગે કરાઇ ચર્ચા - મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી
ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની સાથે ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેને લઈને રાજ્યના 6 વિધાનસભા વિસ્તારમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે, ત્યારે આ તમામ બેઠકો જીતવા બંને પક્ષ દ્વારા જોર લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન નિવાસ સ્થાને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
CMના નિવાસસ્થાને યોજાઈ પાર્લામેન્ટરી બેઠક, પેટા ચૂંટણી અંગે કરાઇ ચર્ચા
ઉલ્લેખનીય છે કે, બાકી રહેલા 4 બેઠક જેવી કે અમરાઈવાડી, થરાદ, લુણાવાડા, ખેરાલું વિધાનસભા વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જ ઉમેદવારોનો વિજય થયો હતો. પણ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 4 ધારાસભ્યોએ જીત મેળવી હતી. બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અદયક્ષ જીતુ વાઘાણી, મહામંત્રી ભીખુ દલસાણીયા સહિતના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતાં.