ગાંધીનગરગુજરાત ભાજપના નેતા, અમદાવાદજિલ્લાના મીડિયા પ્રવક્તા, આગેવાન એવા કિશનસિંહ સોલંકીને(Kishansinh Solanki) આજે ભાજપ પક્ષ દ્વારા સત્તાવાર સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ભાજપ દ્વારા પોતાના જ એક નેતાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોણ છે કિશનસિંહ સોલંકી?કિશનસિંહ સોલંકીજીતુ વાઘાણીના પ્રમુખ કાર્યકાળ દરમિયાન અમદાવાદ જિલ્લાના ભાજપના પ્રવક્તા અને અમદાવાદ જિલ્લાના મીડિયા કન્વીનર રહી ચૂક્યા છે તો બીજી તરફ અમદાવાદ જિલ્લાના પુર્વ મહામંત્રી તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે. હાલ, તેઓ ભાજપ કિસાન મોરચાના સભ્ય તરીકે ભૂમિકા નિભાવતા હતા.
ભાજપના આગેવાનો સાથે સામાન્ય માથાકૂટજ્યારે કેન્સ વિલેમાં યોજયેલ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ભાજપના આગેવાનો સાથે સામાન્ય માથાકૂટ થઈ હતી. જેમાં તે સમયે પણ કિશનસિંહ મૌખિક સૂચના આપી હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ માથાકૂટ બાદ કિશનસિંહ સોલંકીને પક્ષની કામગીરીથી દૂર રાખવામાં આવી રહ્યાં હતા.
ભગવંત માન સાથે ફોટો મૂક્યાપંજાબ મુખ્યપ્રધાન ભગવંત માન (Bhagwant Mann)સાથે ફોટો મૂક્યા બાદ સસ્પેન્ડ કિશનસિંહ સોલંકીએ ગત રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પંજાબ મુખ્યપ્રધાન ભગવંત માન સાથે ફોટો પોસ્ટ કરી અને કિશનસિંહ સોલંકીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા બદલ અભિનંદન વ્યક્ત કર્યા હતા. ફોટો પોસ્ટ કરવાના લગભગ 10 કલાકમાં જ કમલમ દ્વારા કિશનસિંહ સોલંકીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે.
સત્તાવાર લેટરપેડ પર જાહેરાત કરીપક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ પ્રદેશ કાર્યાલય કમલમના સત્તાવાર લેટરપેડ પર જાહેરાત કરી હતી કે કિશનસિંહ જિલ્લા કેટલા સમયથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હતા જ્યારે મળતી માહિતી પ્રમાણે કિશનસિંહ છેલ્લાં ઘણાં સમયથી ભાજપના નેતાઓ વિશે પણ ઠેરઠેર અયોગ્ય ટિપ્પણી કરી રહ્યાં હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) નેતાઓ સાથે પણ કેટલીક મુલાકાત થઈ હોવાનું પક્ષના ધ્યાને આવતાં 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ફોટો જૂનો હોવાની ચર્ચાઆ ફોટો અમુક વર્ષ જૂનો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. જ્યારે કિશનસિંહ દિલ્હીની મુલાકાતે હતા ત્યારે લોકસભા દરમિયાન તેઓએ ભગવત માન સાથે ફોટો પડાવ્યો હતો.જ્યારે તેઓ પંજાબના મુખ્યપ્રધાન પણ ન હતા, અને જ્યારે કિશનસિંહનો જન્મદિવસ હતો ત્યારે ભગવત માને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી . ત્યારે શુભેચ્છા સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં કિસનસિંહ સોલંકીને અપલોડ કર્યો હતો. જેની ગણતરીના કલાક બાદ જ ભાજપ પક્ષ કિશનસિંહને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.