- ભાજપ પ્રદેશની કારોબારી બેઠક 'કમલમ' ખાતે યોજાઈ હતી
- બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ, મુખ્યપ્રધાન, ભાજપના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત
- પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર ગુજરાતીઓનું સન્માન
ગાંધીનગરઃઆજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક(BJP executive meeting) ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' (Region Office 'Kamalam)ખાતે યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel), ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(CR Patil ), હોદ્દેદારો સહીત 400 જેટલા વ્યક્તિઓ સામેલ થયા હતા.
બેઠકમાં પદ્મ એવોર્ડ વિજેતાઓનું સન્માન
સવારે શરૂ થયેલ આ બેઠકની શરૂઆતમાં તાજેતરમાં પદ્મ એવોર્ડ વિજેતા ગુજરાતી(Padma Award winning Gujarati)ઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બેઠકમાં રાજ્યના જે-તે ખાતાના પ્રધાનોએ પોતાના આગામી કાર્યક્રમોનો રૂપરેખા આપી હતી.કારોબારીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વેબસાઈટનું લોન્ચિંગ (Launch of CR Patil's website)કરાયું હતું. નવી સરકારે કરેલ કાર્યોનું વિડિઓ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આગામી સમયમાં રાજ્યમાં ભિક્ષુકોને રહેવા, જમવા અને કામ મળી રહે તેવી વ્યવસ્થા કરાશે.કારોબારીમાં રાજકીય ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ભાજપ કાર્યકરોને ઠપકો
આજે યોજાયેલી પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં પ્રદેશ ભાજપના સહ પ્રભારીએ કાર્યકરોને ઠપકો આપ્યો હતો કે, ફક્ત ફોટો પડાવવા ખાતર કાર્યક્રમ કરવો જોઈએ નહીં પરંતુ સંપૂર્ણ નિષ્ઠા સાથે કાર્યક્રમ કરવો જોઈએ. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ભાજપનો મંડળ પ્રશિક્ષણ વર્ગ 15મી ડિસેમ્બરથી શરૂ કરીને 31ડિસેમ્બરમાં પૂર્ણ થશે.
ડિસેમ્બર અંત સુધીમાં 100 ટકા વેક્સિનેશનનું લક્ષ્ય
ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં વેક્સિનેશન 100 ટકા થાય તે માટે ભાજપના કાર્યકરો લોકોનો સંપર્ક કરશે. જેને 'હર ઘર દસ્તક' કાર્યક્રમ યોજાશે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 92 ટકાથી વધુ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂકયો છે. 61 ટકા જેટલા નાગરિકો વેક્સિનનોનો બીજો ડોઝ અપાઇ ચૂકયો છે. આમ સરેરાશ 77 ટકા નાગરિકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. આઠ મહાનગરો પૈકી 6 મહાનગરોમાં વેક્સિનેશનની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. અમદાવાદ અને જામનગર મહાનગરમાં નજીકના સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર રાજ્યના 16000 ગામડામાં 100 ટકા વેક્સિનેશન કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.