ગાંધીનગર મહાપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ કરી આત્મહત્યા - ગાંધીનગર મહાપાલિકા
ગાંધીનગર: ગાંધીનગર મહાપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રે આત્મહત્યા કરી લીધી હતી. આશરે 22 વર્ષની ઉંમરનો પુત્ર કોલેજમાં અભ્યાસ કરતો હતો. પોતાના ઘરે જ ગળોફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો.
ગાંધીનગર મહાપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ કરી આત્મહત્યા
મળતી માહિતી મુજબ, ગાંધીનગર શહેરના સેક્ટર-24માં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા મહાપાલિકાની પ્રથમ ટર્મમાં ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવેલા સંદીપ જ્યોતિકરના 22 વર્ષીય પુત્ર યશે ગળોફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. યશ સંદીપભાઈનો એકનો એક પુત્ર હતો. કયાં કારણથી આત્મહત્યા કરી લીધી તે બાબત સામે આવી નથી, પરંતુ આ બનાવને લઈને સમગ્ર ગાંધીનગર ભાજપ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.