ગાંધીનગર આજે ગાંધીનગરમાં પાંચ વિધાનસભા બેઠકોની સેન્સ પ્રક્રિયામાં ગાંધીનગર દક્ષિણ બેઠક ( BJP Candidate sense process Gandhinagar South Seat ) પરથી વણઝારા સમાજના આગેવાનોએ ટિકીટ માટેની દાવેદારી કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં સમાજના આગેવાન ગોવિંદ વણઝારાએ જણાવ્યું હતું કે દેશ આઝાદ થયાથી અત્યાર સુધીમાં વણઝારા સમાજને ક્યાંય પ્રતિનિધિત્વ અપાયું નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ( Gujarat Assembly Election 2022 ) વણઝારા સમાજના ટિકીટ ( Vanzara Samaj demand tickets ) આપવામાં આવે.
વણઝારા સમાજના આગેવાનોએ ટિકીટ માટેની દાવેદારી કરી ટિકીટની માંગ કેમ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પણ વણઝારા સમાજ દ્વારા ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતાં. મોદીની વાત કરવામાં આવે તો ગાંધીનગરના રાયસણ ખાતે ચાલી રહેલ સેન્સ પ્રક્રિયામાં વણઝારા સમાજ દ્વારા ગાંધીનગર દક્ષિણ બેઠક ( Gandhinagar South Seat )ની ટિકીટની માંગ ( Vanzara Samaj demand tickets ) કરવામાં આવી છે. વણઝારા સમાજના આગેવાન ગોવિંદ વણઝારાએ જણાવ્યું હતું કે દેશ આઝાદ થયો ત્યારથી વણઝારા સમાજને ક્યાંય પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું નથી.
23 લાખની વસ્તી વણઝારા સમાજના આગેવાન ગોવિંદ વણઝારાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 23 લાખ જેટલી વસ્તી વણઝારા સમાજની છે. જ્યારે ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં વણઝારા સમાજના પરિવારો વસવાટ કરી રહ્યા છે. દેશ આઝાદ થયો ત્યારથી સરપંચથી લઈને પાર્લામેન્ટ સુધી વણઝારા સમાજને કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી. જેથી વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ( Vanzara Samaj demand tickets ) માંગવા નહીં દાવેદારી ( BJP Candidate sense process Gandhinagar South Seat )નોંધાવી છે. જ્યારે સરકાર અને સંગઠન પણ આ બાબતે વિચારણા કરે તેવી માગ પણ ગોવિંદ વણઝારાએ કરી હતી.
ગાંધીનગર દક્ષિણ બેઠક પર બબાલગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ( Gandhinagar South Seat ) ઉપર સેન્સ પ્રક્રિયામાં અનેક ઉમેદવારોએ પોતાની દાવેદારી ( BJP Candidate sense process Gandhinagar South Seat )નોંધાવી છે. જ્યારે શંભુજી ઠાકોર કે જેઓ હાલના ધારાસભ્ય છે તેઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. સાથે જ એસપી ઠાકોર સરોજબેન ઠાકોર કે જેઓ પહેલા અમદાવાદમાં કોર્પોરેટર હતાં આ ઉપરાંત હિતેન્દ્ર પટેલ વિષ્ણુજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરે પણ ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર દાવેદારી નોંધાવી છે.ઠાકોર સમાજના આગેવાનોએ દાવેદારી નોંધાવી છે ત્યારે સ્થાનિક લોકોનું દબાણ છે કે ભાજપ સ્થાનિક ઉમેદવારોને જ ટિકીટ ( Vanzara Samaj demand tickets ) આપે. જ્યારે આયાતી ઉમેદવાર નહીં મુકવા અંગે પણ કાર્યકરોએ માંગ કરી છે. જો આયાતી ઉમેદવાર મૂકવામાં આવશે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહેવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન જશુભાઈ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય લલિતસિંહ ઠાકોરે પણ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી દાવેદારી નોંધાવી છે.