ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) બીજા તબક્કા ની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હયો ત્યારે ભાજપ અને કૉંગ્રેસના ગાંધીનગર ઉત્તર બેઠકના ઉમેદવારોએ આજે શક્તિ પ્રદર્શન કરીને ગાંધીનગર કલેકટર કચેરીએ ખાતે (Gandhinagar Collector Office) પહોંચ્યા હતા. તેમણે સમર્થકો સાથે કલેકટર કચેરીમાં ફોર્મ ભર્યું હતું. ભાજપ તરફથી રિટાબેન પટેલ (BJP Candidate Ritaben Patel) અને કૉંગ્રેસ તરફથી વિરેન્દ્રસિંહ વાઘેલાએ (Congress Candidate Virendrasinh Vaghela) ઉમેદવારી નોંધાવી હતી.
કૉંગ્રેસના ઉમેદવારનો દાવોગાંધીનગર ઉત્તર વિધાનસભાના (Gandhinagar North Seat) કૉંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ જનતાનો (Congress Candidate Virendrasinh Vaghela) પ્રેમ લોકો જોઈ રહ્યા છે અને અમે બહુમતીથી આ બેઠક (Gandhinagar North Seat ) પર વિજય મેળવીશું. સાથે જ 20,000 જેટલી લીડથી વિજય મેળવીશું. જ્યારે ભાજપ પર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં પ્રજા ત્રાહિમામ્ પોકારી ચૂકી છે. મોંઘવારી બેરોજગારીનો મુદ્દો પણ અત્યારે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. જ્યારે વીજળી યુનિટના ભાવ વધારાનો મુદ્દો પણ અત્યારે હાલમાં ચાલી રહ્યો છે લોકોને વીજળી 8 કલાક સુધી પ્રાપ્ત થતી નથી ખેડૂતોને પણ રાતે વીજળી આપવામાં આવતી નથી.
2012માં અસ્તિત્વમાં આવી બેઠક કૉંગ્રેસના દાવા કૉંગી ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કૉંગ્રેસ સરકાર સત્તામાં આવશે. તો અમે દૂધમાં 5 રૂપિયાની સબસિડી અને 3,000 જેટલી સરકારી શાળા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. તેમ જ આ મુદ્દા ઉપર જ આગળ વધીશું. જ્યારે કામિનીબાએ જે એક કરોડ રૂપિયામાં ટિકીટ વેચવી હોવાનો આક્ષેપ કર્યો છે. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને ટિકીટ આપવામાં નથી આવી એટલે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
કમળનું ફૂલ ખીલશે ગાંધીનગર ઉત્તરના (Gandhinagar North Seat) ભાજપના ઉમેદવાર અને ગાંધીનગર જિલ્લાના પ્રથમ મહિલા ઉમેદવાર એવા રીટાબેન પટેલે (BJP Candidate Ritaben Patel) જણાવ્યું હતું કે, આજે મેં મારા કાર્યકર્તાઓ સ્નેહીજનો અને સંગઠનો આગેવાનો સાથે ઉમેદવારી નોંધાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગાંધીનગર સાંસદ અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ તેમના પ્રયત્નોથી આજે હું ઉમેદવારી નોંધાવી રહી છું. હું ખાતરી આપું છું કે, આ બેઠક પર કમળનું ફૂલ ખીલશે.
ગાંધીનગર ઉત્તર બેઠક પર મતદારોની સંખ્યાઅહીં 25,000 ક્ષત્રિય, 40થી 45,000 પટેલ, 50,000 દલિત, 10,000 મુસ્લિમ અને 30,000 ઠાકોર સમાજના મતદારો છે. સાથે જ અહીં 1.35 લાખ પુરૂષ મતદારો, 1.25 લાખ મહિલા મતદારો એમ કુલ 2.60 લાખ મતદારો છે. આ બેઠક પર જાતિવાદ સમીકરણ ખૂબ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર ઉત્તર બેઠકનું ગણિતભાજપ પક્ષ માટે ગાંધીનગરની ઉત્તર બેઠક (Gandhinagar North Seat) ખૂબ કપરી છે. વર્ષ 2017માં ભાજપ પક્ષ પાસેથી આ બેઠક કૉંગ્રેસે આચકી લીધી હતી. કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ સી. જે ચાવડા 5,000 જેટલા મતોના માર્જિનથી અહીં જીત હાંસલ કરી હતી, પરતું આ વખતે ગાંધીનગર ઉત્તર બેઠક માટે ખૂબ રસાકસીભર્યો જંગ બનશે. કારણ કે, આ વખતે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે. આ બેઠક પર જીત હાંસલ કરવા માટે રાજકીય પક્ષો ખૂબ ધમપછાડા કરશે.
2012માં અસ્તિત્વમાં આવી બેઠક ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકનું (Gandhinagar North Seat) અસ્તિત્વ વર્ષ 2012ની ચૂંટણીમાં આવ્યું હતું. વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક હતી જ નહીં, પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ નવું સીમાંકન થતા ગાંધીનગર ઉત્તર બેઠકનું અસ્તિત્વ આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2012માં આ બેઠક પર ચૂંટણી થઈ હતી અને તે વખતે ભાજપ પક્ષે આ બેઠક પર અશોક પટેલની ટિકીટ આપી હતી અને અશોક પટેલ આ બેઠક ભાજપનો પ્રથમ વખત ભગવો લેહરાવ્યો હતો, પરંતુ ત્યારબાદ વર્ષ 2017માં પુન વિધાનસભા ચૂંટણી વખતે કૉંગ્રેસના સિનિયર નેતા ડો સી. જે. ચાવડા આ બેઠક પર મેદાને ઉતર્યા હતા અને ભાજપ પૂર્વ ધારાસભ્ય અશોક પટેલને આ બેઠક પર 4477 મતોથી હરાવીને જીત હાંસલ કરી હતી.