ગુજરાત

gujarat

ETV Bharat / state

BJP Allegation on Manish Sisodia : ભાજપે મનીષ સિસોદીયા પર કર્યો મોટો આક્ષેપ, આપને આડેહાથ લીધી - નાયબ સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ

આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારના નાયબ સીએમ મનીષ સિસોદિયાની ધરપકડને લઇને રાજકીય માહોલ ગરમાગરમ છે. ત્યારે ગુજરાત ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારત અભિયાન લઇને આવેલી આપ પાર્ટી તેમાં સદંતર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવ્યાં છે.

BJP Allegation on Manish Sisodia : ભાજપે મનીષ સિસોદીયા પર કર્યો મોટો આક્ષેપ, આપને આડેહાથ લીધી
BJP Allegation on Manish Sisodia : ભાજપે મનીષ સિસોદીયા પર કર્યો મોટો આક્ષેપ, આપને આડેહાથ લીધી

By

Published : Mar 1, 2023, 9:32 PM IST

મનીષ સિસોદિયાની ધરપકડને લઇને ગુજરાત ભાજપની પ્રતિક્રિયા

અમદાવાદ : ગુજરાત રાજ્યભાજપના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસે દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ અને આમ આદમી પાર્ટીને ભ્રષ્ટાચારને મુદ્દે આડેહાથ લીધી હતી. ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારમુક્ત ભારત અભિયાન થકી અસ્તિત્વમાં આવેલી આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર હટાવવામાં સદંતર અસફળ બની છે.

આપ નેતાને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઇનકાર સાંભળવો પડ્યો : યમલ વ્યાસે વધુમાં આપ પાર્ટીની નીતિ પર આકરા પ્રહારો કર્યા હતાં તેમણે તેમને કહ્યું કે 2012માં અન્ના હજારેના ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાના આંદોલનમાંથી જેનો ઉદભવ થયો છે એવી આમ આદમી પાર્ટીના શિક્ષણ અને શરાબ મંત્રી મનીષ સિસોદિયાની સી.બી આઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે બાબતે સુપ્રીમ કોર્ટે પણ રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. ભ્રષ્ટાચારમુક્ત ભારત અભિયાન થકી અસ્તિત્વમાં આવેલી આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર હટાવવામાં સદંતર અસફળ બની છે તો બીજી બાજુ મીડિયા દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે આપ પાર્ટી દ્વારા કેન્દ્રમાં વધુને વધુ શરાબનો ઉપયોગ થાય તે માટે વય મર્યાદા 21થી ઘટાડીને 18 સુધી કરાય અને જે કમિશન 2 ટકા આપવામાં આવતું હતું તે વધારીને 10 ટકા સુધી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો AAPને તો અમે નહીં જનતા જ જવાબ આપશે, ભાજપના પ્રહાર

દિલ્હીની સરકાર લોકો માટે મોટું જોખમ ઉભુ કરી રહી છે : આ પ્રકારના કામ કરી સામાજિક નૈતિકતાની ફિકર કર્યા વિના ફક્ત આર્થિક લાભ માટે કામ કરવાના મુદ્દાઓને લઇ વધુ વાત કરતાં યમલ વ્યાસે જણાવ્યું હતું કે પોતાના ફાયદા માટે કામ કરતી દિલ્હીની સરકાર લોકો માટે મોટું જોખમ ઉભુ કરી રહી છે. મોટી મોટી વાતો કરતી આમ આદમી પાર્ટીની સરકારના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે વિરોધીઓ આમ આદમી પાર્ટી પર ખોટા આક્ષેપો કરી રહી હોવાના દાવા કરાઈ રહ્યા છે પણ ન્યાય કોઈને છોડે એમ નથી, ન્યાયિક સંસ્થાઓ પોતાનું કામ કરી રહી છે અને જ્યારે જ્યારે કોઈની ધરપકડ કરવામાં આવે છે ત્યારે જામીન પણ મળી નથી રહ્યાં.

આ પણ વાંચો LGs Legal Bet : દિલ્હી LGએ આમ આદમી પાર્ટીના બે નેતાઓને ડિસ્કોમ્સમાંથી બહાર કાઢ્યા

આમ આદમી પાર્ટીના નેતાઓ કાયદાના સકંજામાં :યમલ વ્યાસે આવા અન્ય કિસ્સાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે આ એક એવો કિસ્સો નથી, આ અગાઉ પણ ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.જેઓને જામીન સુધ્ધા નથી મળ્યા. આ અગાઉ દિલ્હિના સ્વાસ્થ્ય મંત્રીની ધરપકડ કરવામાં આવી છે તેમના જામીન હજુ સુધી નથી મળ્યા. સીએમ અરવિંદ કેજરીવાલ પોતાની સરકારને ભ્રષ્ટાચાર વિરોધી ગણાવી રહી છે, તો તેમના મંત્રીઓ કાયદાના ચંગુલમાં કેમ ફસાઈ રહ્યા છે એ નવાઈની વાત છે. અરવિંદ કેજરીવાલ એક તરફ એવું કહે છે કે સરકાર ધરપકડ કરી જુએ, પણ સરકારને ધરપકડ કરવાની જરૂર નથી, ન્યાય તંત્ર એનું કામ કરે જ છે.

ABOUT THE AUTHOR

...view details