ગુજરાત

gujarat

ETV Bharat / state

Biparjoy Cyclone Update : બિપરજોય વાવાઝોડું આવે તો શું તકેદારી રાખશો ? - undefined

ગુજરાતના દરિયા કિનારે તારીખ 14 અને 15 જૂન 2023 દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે. ત્યારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 11, 2023, 8:51 PM IST

Updated : Jun 12, 2023, 8:14 AM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની યાદીમાં જણાવ્યાનુસાર વાવાઝોડા પહેલાં નાગરિકોએ આગાહી માટે રેડીયો, ટી.વી. સમાચારો અને જાહેરાતોનાં સંપર્કમાં રહેવું, માછીમારોએ દરિયો ન ખેડવો, સલામત સ્થળે બોટને લાંગરવી, દરિયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું, ઘરના બારી-બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવું તેમજ ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડીયો જેવી તાત્કાલિક જરૂરીયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું અને પ્રાણીઓને સલામત સ્થળે લઇ જવા.

આ પ્રકારની સાવચેતી રાખવી : વાવાઝોડા દરમિયાન નાગરિકોએ પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવું, ઘરની બહાર નીકળવું નહીં, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરનાં તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.

સરકાર દ્વારા ખાસ નિવેદન આપવામાં આવ્યું : આ ઉપરાંત વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો, ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહીં, ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા, ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તથા ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે.

  • વાવાઝોડા પહેલાં શુ સાવચેતી રાખવી

1. અફવાઓથી દૂર રહેવું અને ખોટું પેનિક ન કરવું

2. મહત્વના સામાન અને દસ્તાવેજ વોટરપૂક બોક્સમાં મૂકવા

3. મોબાઈલ ફોન પૂરો ચાર્જ કરી લેવો

4. જરૂરી ચીજવસ્તુઓની ઇમર્જન્સી કીટ તૈયાર રાખવી

5. ઘરમાં તીક્ષ્ણ વસ્તુઓ સુરક્ષિત મુકવી

6. ઘર સુરક્ષિત ન હોય તો સ્થળાંતરિત થાઓ

  • વાવાઝોડા સમયે અને ત્યારબાદ શુ સાવચેતી રાખવી

1. વીજળી અને ગેસનો સપ્લાય બંધ કરવો

2. અધિકારીક અને સાચા સમાચાર પર વિશ્વાસ કરો

3. બારી - બારણાં બંધ રાખવા

4. જે બહાર છો તો અસુરક્ષિત બિલ્ડિંગ કે મકાનમાં જવું નહીં

5. બહાર તૂટેલાં વીજળીના થાંભલા , વાયર , તીક્ષ્ય વસ્તુઓથી દૂર રહેવું

6. ઉકાળેલું અને ક્લોરિનયુક્ત પાણી પીઓ

Last Updated : Jun 12, 2023, 8:14 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details