ગાંધીનગર:ગુજરાતના કચ્છ જિલ્લાના દરિયા કિનારે બીપરજોઈ નામનું વાવાઝોડું આવ્યું હતું અને ભારે તબાહી મચાવી હતી જેમાં અનેક કાચા મકાનો પાકા મકાનો અને ચોપડાઓમાં નુકસાન થયું હતું ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત થનારા આઠ જિલ્લા ના જિલ્લા કલેકટરોને સર્વે કરવાની સૂચના આપી હતી ત્યારે રાજ્યના મહેસુલ વિભાગે એસડીઆરએફના ધારાધોરણ મુજબ કુટુંબદીઠ ₹7,000 ની સહાય અને મકાન મરામત માટેની પણ સહાયની જાહેરાત કરી.
સરકારે સહાયની જાહેરાત કરી સરકારે કેટલી આપી સહાય?:રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર અનુસાર 8 જિલ્લામાં કે જ્યાં વાવાઝોડાની અસર થઈ છે તેવા જિલ્લાઓમાં એસડીઆરએફના ધોરણ મુજબ સહાય ચૂકવવામાં આવશે જે અંતર્ગત કુટુંબદીઠ કપડા સહાય તરીકે 2500 રૂપિયા અને ઘરવખરી સહાય 2500 થઈને કુલ 5000 ની સહાય અને રાજ્ય સરકારના બજેટમાંથી 2000 ની સહાય મળીને કુલ 7000 ની સહાય કુટુંબ દીઠ ચૂકવવામાં આવશે.
મકાન માટેની અલગ સહાય:વાવાઝોડામાં અનેક મકાનો તરાશાહી થયા હતા અથવા તો નુકસાન થયું હતું ત્યારે રાજ્ય સરકારે જાહેર કરેલ સહાય મુજબ સંપૂર્ણ નાશ પામેલ અથવા મોટું નુકસાન પામેલ કાચા અને પાકા મકાન માટે એસડીઆરએફમાંથી 1.20 લાખ રૂપિયાની સહાય અને આંશિક રીતે નુકસાન પામેલ પાકું મકાન કે જે ઓછામાં ઓછું 15% નુકસાન હોય તો જ મળવાપાત્ર રહેશે. તેમાં 6,500 ની સહાય અને રાજ્ય સરકારના બજેટમાંથી 8500 ની સહાય મળીને કુલ ₹15,000 ની મળવા પાત્ર રહેશે. આંશિક રીતે નુકસાન પામેલ કાચું મકાન કે જેમાં ઓછામાં ઓછું 15% નુકસાન હોય તો તેવા કિસ્સામાં એસડીઆરએફ માંથી 4000 અને રાજ્ય સરકારના બજેટમાંથી 6,000 મળીને કુલ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
ઝુંપડા માટે અલગ સહાય:આઠ જિલ્લામાં ભારે પવનના કારણે અનેક ચોપડાઓ સંપૂર્ણ રીતે નુકસાન થયા હતા. સંપૂર્ણ નાશ પામેલ કે આંશિક નુકસાન પામેલ ઝૂંપડાઓને એસડીઆરએફમાંથી 8000 અને રાજ્ય સરકારના બજેટમાંથી 2000 મળીને કુલ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘર સાથે સંકળાયેલ કેટલ સેડને નુકસાન થયું હશે તો એસડીઆરએફ માંથી 3000 અને રાજ્ય સરકારના બજેટમાંથી 2000 મળીને કુલ 5000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આમ વાવાઝોડામાં 8 જિલ્લામાં આશરે 719 કાચા પાકા મકાનો અને ઝૂંપડાઓને નુકસાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા.
કેસડોલની ચુકવણી શરૂ:પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રભાવિત જિલ્લાઓમાં અસરગ્રસ્ત નાગરિકોને 3 દિવસમાં કેશડોલ્સની ચૂકવણી કરવા માટે સીએમ પટેલે સૂચના આપી હતી. જેના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં અત્યારસુધીમાં કુલ રૂ. 1 કરોડ 23 લાખ 82 હજાર જેટલી કેશડોલ્સ ચૂકવવામાં આવી છે, જ્યારે હજુ પણ કેશડોલ્સ ચૂકવવાની કામગીરી ચાલી રહી છે.
સરકાર આપશે સહાય:ઋષિકેશ પટેલ વાવાઝોડામાં પશુઓના મોત બાબતે નિવેદન આપ્યું હતું કે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 1320 પશુઓ અને 1907 મરઘાના મૃત્યું થયા છે. પાત્રતા મુજબ કુલ મરણ પૈકી 1129 પશુઓને રાજ્ય સરકાર તરફથી સહાય મળવાપાત્ર છે. જેની અંદાજીત રકમ રૂ. 1.62 કરોડ છે. સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે જે ટૂંક સમયમાં જ પૂર્ણ થશે. દુધાળા પશુઓની વાત કરવામાં આવે તો 166 ભેંસ, 172 ગાયના મૃત્યુ થયા છે.
- Biparjoy Cyclone affect: બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા કૃષિ પ્રધાન, યોગ્ય વળતરની આપી ખાતરી
- Biparjoy Cyclone affect: રાજસ્થાનની સરહદે અડીને આવેલા ગામમાં પાણીએ પથારી ફેરવી