બિનસચિવાલયની પરીક્ષા પર સરકારને હવે બ્રહ્મજ્ઞાન થયુ છે. વિદ્યાર્થીઓના આક્રોશને જોતા સરકારે નવી જાહેરાત કરી છે. આગામી 1 મહિનામાં નવી જાહેરાત આવશે તેવું સરકાર દ્વારા કહેવમાં આવ્યું છે. હાલની 3500 જેટલી જગ્યામાં વધારો કરવામાં આવશે અને અંદાજે 4500 જેટલી નવી ભરતી સરકાર દ્વારા કરાશે.જોકે બિનસચિવાલયની પરીક્ષામાં સ્નાતક સુધીનો અભ્યાસ ફરજિયાત રહેશે તેમા કોઇ છૂટ આપવામાં આવી નથી. ત્યાં જ વય મર્યાદામાં છૂટછાટ મળી શકે છે.
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ છેલ્લા સમયે રદ્દ કર્યા બાદ સરકારનો મહત્વનો નિર્ણય - બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ છેલ્લા સમયે રદ્દ
ગાંધીનગર : પરીક્ષા રદ્દ થયા બાદ હવે રાજ્ય સરકારએ મહત્વનો નિર્ણય કર્યો છે.સરાર દ્વારા જાહેરાત કરતા જણાવમાં આવ્યું છે કે સરકાર વધુ 1500 ની વેકેનસી બહાર પડશે. અત્યારે 3500 વેકેનસી ભરવાની હતી, હવે 5000 જેટલી વેકેનસી બહાર પાડવામાં આવશે. ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલા ઉમેદવાર જ આ પરિક્ષા આપી શકશે.
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ છેલ્લા સમયે રદ્દ કર્યા બાદ સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 20મી ઓક્ટોબરના રોજ લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય કર્યો હતો, તેની સાથે ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી હતી. જોકે, પરીક્ષાની નવી તારીખ અંગે કંઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી