ગુજરાત

gujarat

ETV Bharat / state

બિગબોસ 13 ફેઇમ અસીમ રિયાઝ બન્યા ગાંધીનગરના મેહમાન, કહ્યુ કોરોનાંને અટકાવવા નમસ્તે કરો

દુબઈની ઝડપથી વધતી ક્યૂએસઆરચેઇન, ડોનર એન્ડ ઝાયરોજ થોડા મહિના પહેલા જ ગુજરાત માર્કેટમાં પ્રવેશ કર્યો હતો, હવે બ્રાન્ડ દ્વારા પ્રમુખ મસ્તાના આર્કેડ, કુડાસણ, ગાંધીનગર ખાતે આઉટલેટની શરૂઆત બિગબોસ 13 ફેમ અસીમ રિયાઝ દ્વારા કરવામાં આવી હતી. રિયાઝે કહ્યું કે કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે તેને અટકાવવા માટે નમસ્તે કરવું જોઈએ. ડોનર એન્ડ ઝાયરોજ ભારતમાં દિલ્હી, બેંગ્લોર, રાજસ્થાન અને ચેન્નાઈ માર્કેટ જેવા મુખ્ય બજારોમાં પોતાના આઉટલેટ્સ ધરાવે છે. બર્લિન અને શિકાગોનું શ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડ જે વર્લ્ડ ફેમસ છે. તે ડોનર એન્ડ ઝાયરોજનો સ્વાદ હવે ગાંધીનગર વાસીઓ વધુ સારી રીતે માણી શકશે.

બિગબોસ 13 ફેઇમ અસીમ રિયાઝ બન્યા ગાંધીનગરના મેહમાન, કહ્યુ કોરોનાંને અટકાવવા નમસ્તે કરો
બિગબોસ 13 ફેઇમ અસીમ રિયાઝ બન્યા ગાંધીનગરના મેહમાન, કહ્યુ કોરોનાંને અટકાવવા નમસ્તે કરો

By

Published : Mar 14, 2020, 1:14 AM IST

ગાંધીનગર : દેશમાં ઓછી બેરોજગારી ઓછી કરવામાં વધી રહી છે, ત્યારે ડોનર અને ઝાયરોઝ રોજગારી પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. ગાંધીનગર ખાતે પ્રથમ આઉટલેટના લોકાર્પણ કરવાની સાથે 22થી વધુ સ્ટોર સાઈન કરીને ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં ખુલ્લી મુકીને માત્ર એક વર્ષના ગાળામાં ભારતમાં સૌથી ઝડપથી વિકસિત ક્યુએસઆર ચેઇન બન્યા છે. જેમાં અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. આ શહેરમાંથી જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો છે તે સાથે, આગામી 3 વર્ષમાં વધુ 20 આઉટલેટ્સ ખોલવાની યોજના બનાવી રહ્યાં છે.

બિગબોસ 13 ફેઇમ અસીમ રિયાઝ બન્યા ગાંધીનગરના મેહમાન, કહ્યુ કોરોનાંને અટકાવવા નમસ્તે કરો

ગ્રાહકો પોતાના ફૂડ ચોઈસને લઈને થોડા વધારે જાગૃત છે અને સાથે જ અલગ અલગ પ્રકારના ફૂડ ખાવાનું પસંદ કરે છે. તેઓ સતત પોતાના ફૂડની પસંદગી બદલતા રહે છે. મધ્યમ વર્ગની વધતી આવક, વધતી યુવા વસ્તી, વર્કિંગ લેડીઝ અને વ્યસ્ત શિડ્યુલને કારણે તાજેતરના સમયમાં ભારતમાં ખાદ્ય ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. ભારતમાં ફૂડ એન્ડ એવરેજ ઉદ્યોગનો વિકાસ અમારા બ્રાન્ડ માટે પણ મોટા ઉદ્યોગોને વિસ્તૃત કરશે.

ABOUT THE AUTHOR

...view details