- ઉત્તર ગુજરાતના આર્થિક-વ્યાપારિક ગતિવિધિના મહેસાણાનો ડેવલપમેન્ટ પ્લાન
- ટી.પી સ્કીમ ત્વરાએ પૂરી કરવાના પ્રગતિશીલ ભાવથી વધુ એક નિર્ણય
- ચીફ ટાઉન પ્લાનર અને કોર્પોરેશન સત્તામંડળ હવે બે ને બદલે એક જ પરામર્શ કરશે
- મહેસાણાના 32.10 ચો.કિ.મી. વિસ્તારનો નગરપાલિકા વિસ્તારમાંથી ખેતી ઝોન રદ કરી રહેણાક ઝોન જાહેર કર્યો
- રાજ્યમાં એક પણ ડી.પી. ના કામ પેન્ડિગ નહીં
ગાંધીનગર: રાજ્યના ટાઉન પ્લાનીંગના સમગ્ર ઇતિહાસમાં મંજૂરી માટે એક પણ ડી.પી બાકી ન હોવાનું સીએમ રૂપાણીએ જાહેરાત કરી છે. આમ, કોરોના સંક્રમણના કપરાકાળમાં પણ વિકાસ કામોની ગતિ અટકવા દીધી નથી તેમ કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં પણ 10 ડેવલપમેન્ટ પ્લાન અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે.
મહેસાણાના નાગરિકોને સરકારની ભેટ
સીએમ વિજય રૂપાણીએ મહેસાણા શહેરનો આ ડેવલપમેન્ટ પ્લાનની મંજૂરી આપીને નાગરિકોને દિવાળીની ભેટ આપી છે. 125 ઉપરાંતની ઓથોરિટીના ડી.પી. પૈકી એક પણ ઓથોરિટીના નક્શા હવે મંજૂરીમાં બાકી રહ્યા નથી.
પહોળા રસ્તાઓ પણ આ ડી.પી.માં મંજૂર કર્યા
મહેસાણા શહેરમાં રહેણાંક, વાણિજ્યીક, ઔદ્યોગિક અને અન્ય ઉપયોગ માટે વધુ જમીનો ઉપલબ્ધ થાય તેમજ પ્રગતિ વિકસે તે માટે નગરપાલિકા વિસ્તારમાં શહેરીકરણને અનુરૂપ તમામ ઝોનીંગ કરાયું છે. મહેસાણા શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખતા ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝના સુવ્યવસ્થિત આયોજન માટે પહોળા રસ્તાઓ પણ આ ડી.પી માં મંજૂર કર્યા છે. તદઅનુસાર રીંગ રોડ સહિત 30 મીટર, 24 મીટર અને 18 મીટર પહોળાઇના માર્ગોનું સુઆયોજિત નેટવર્ક સુચિત કરવામાં આવ્યું છે.
રાજ્યમાં પ્રથમ વખત રહેણાંક માટે જમીન ઉપલબ્ધ કરાઈ