ગાંધીનગરઃ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ક્લાસ વન અધિકારી ACBના સાણસામાં આવી ગયા છે. રૂપિયા 5 લાખ રોકડ સાથે પકડાયેલા અધિકારીનાં બે દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. જ્યારે સર્ચ દરમિયાન અડધા કરોડ કરતાં વધુની રકમ અને સોનાના દાગીના મળી આવ્યા છે. જેના પરથી ખ્યાલ આવે છે કે, અધિકારી દ્વારા ભ્રષ્ટાચારમાં કાતર નહિ પરંતુ કરવત ફેરવવામાં આવી હતી.
ACBને GPCBના અધિકારી પાસેથી મળ્યા અધધ રોકડ અને દાગીના - gandhinagar
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB)ના ક્લાસ વન અધિકારીના ઘરે એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ને બે દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન તેમની પાસેથી 60 તોલાથી વધુ સોનાનાં દાગીના તેમજ રૂપિયા 55 લાખ રોકડા મળી આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ક્લાસ વન અધિકારી બી. જી. સુત્રેજાને બે દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. ત્યારે ACBની ટીમ દ્વારા પહેલા દિવસે સર્ચ દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ શોધી કાઢવામાં આવી હતી.
ગાંધીનગરમાં આવેલી SBI બેન્કમાં આ અધિકારીના બે લોકર છે. જેમાંથી 55 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત 60 તોલા કરતા વધુ સોનાના દાગીના મળી આવ્યા હતા. હજૂ પણ ACBની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન વધુ બેનામી સંપત્તિ મળી આવે તો નવાઈ નહીં.