ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં ખાનગી કંપનીઓએ કર્યા હજારો વીઘા જમીન પર કબ્જા, જાણો વિધાનસભામાં આ મુદ્દે શું સવાલ-જવાબ થયા - Guajratinews

ગાંધીનગર: જામનગર જિલ્લામાં અનેક કંપનીઓ આવેલી છે. તેમજ કેટલીક કંપનીઓ દ્વારા હજારો વીઘા જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવતું હોય છે. ત્યારે શહેરમાં આવેલી ખાનગી કંપનીઓ દ્વારા 4,00,326 ચોરસ મીટર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. જેને લઈને કોંગ્રેસ ધારાસભ્ય પ્રવિણ મુછડીયાએ દબાણ અંગેના પૂછેલા પ્રશ્ન પર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તેનો પ્રત્યુત્તર આપ્યો હતો.

શરતભંગ કર્યા પછી તેઓને કરેલા હુકમ સામે અપીલ કરવાની જોગવાઈ છે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

By

Published : Jul 17, 2019, 9:52 PM IST

જામનગર જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. જેને લઈને કોંગી ધારાસભ્ય પ્રવિણ મુછડીયાએ વિધાનસભામાં સત્તાધારી પક્ષ પાસે દબાણની જમીનને લઈને જવાબ માંગ્યો હતો. જેના ઉત્તરમાં પૂર્ણેશ મોદીના જણાવ્યાં અનુસાર આ સમગ્ર કૌભાંડને લઇને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, અહીં શરતભંગનો સવાલ છે. બન્ને જિલ્લામાં પુરી માહિતી, કરેલા હુકમો અને દાખલ કરેલી જેટલી જમીન છે, તેની માહિતી આપી છે. શરત ભંગ કર્યા પછી તેઓને કરેલા હુકમ સામે અપીલ કરવાની જોગવાઈ છે.

શરતભંગ કર્યા પછી તેઓને કરેલા હુકમ સામે અપીલ કરવાની જોગવાઈ છે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ABOUT THE AUTHOR

...view details