શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગાંધીનગર ખાતે આવેલ ગાંધીનગર કેળવણી મંડળ સંચાલિત મધુરી મનસુખલાલ વસા શાળા, ખાતે અટલ ટિંકરીંગ લેબનો શુભારંભ કરાવ્યો હતો. આ લેબની અંદર વિદ્યાર્થીઓ વિવિધ ટેક્ટનિકલ બાબતોનું જ્ઞાન મેળવી શક્શે, તેમજ આ લેબના માધ્યમમાંથી તે વિજ્ઞાન મેળા સહિતની સ્પર્ધામાં પણ ભાગ લઇ શકશે.
હવે ગાંધીનગર જિલ્લાના બાળકો પણ વૈજ્ઞાનિક બની શકશે, અટલ ટીંકરીંગ લેબનો પ્રારંભ - Bhupendrasinh chudasama
ગાંધીનગરઃ દેશમાં બાળકોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અટલ ટીંકરીંગ લેબ શરૂ કરવામાં આવી છે. જેની સમગ્ર દેશમાં 3000 જેટલી લેબ કાર્યરત છે, ત્યારે આજે વધુ વ્યક્તિ લેબની ગાંધીનગર જિલ્લાના કોબા ખાતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. આ લેબમાં અભ્યાસ કરનારા બાળકો પોતાની શક્તિઓનો વિકાસ કરી શકશે. ત્યારે ચોક્કસ કહી શકાય કે, હવે ગાંધીનગર જિલ્લાના બાળકો પણ વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ વધી શકશે.
આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, દરેક બાળકમાં છુપાયેલી કોઇને કોઇ છુપાયેલી સર્જન શકિત હોય છે. બાળક ઇચ્છે તો વિક્રમ સારાભાઇ, અબ્દુલ કલામ બની શકે છે. આ છુપાયેલી સર્જન શક્તિનો કેવી રીતે સમાજ અને પોતાનો વ્યક્તિ વિકાસ કરી શકે તે માટે કેન્દ્ર સરકારે આવી માન્ય શાળાઓને 20 લાખ સુધીની સહાય આપીને આ પ્રકારની લેબ બનાવાની મદદ કરે છે. ગુજરાતના પનોતા પુત્ર વિક્રમ સારાભાઇનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમનું મહત્વ વધી જાય છે.