ગુજરાત

gujarat

ETV Bharat / state

VGGS 2024 : સીએમ ભૂપેન્દ્ર પટેલે UAE ડેલીગેશન સાથે બેઠક કરી, ગ્રીન હાઈડ્રોજન ટેકનોલોજીમાં સહયોગ મળશે - દ્વિપક્ષીય સંબંધો

ગાંધીનગર ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે UAE ના વિદેશ વ્યાપાર રાજ્યપ્રધાન ડો. થાની બિન અહેમદ બેઠક યોજી હતી. જેમાં ગુજરાત અને UAE ના પરસ્પર સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 2017 થી વાઈબ્રન્ટ સમિટમાં UAE પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય છે.

VGGS 2024
VGGS 2024

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2024, 4:19 PM IST

ગાંધીનગર :ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં વિશ્વભરના પ્રતિનિધિઓ સહભાગી થયા છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે UAE ના વિદેશ વ્યાપાર રાજ્યપ્રધાન ડો. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત બેઠક કરી હતી. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને UAE ના પરસ્પર સહયોગ અંગે ચર્ચા કરી હતી.

UAE ડેલીગેશનની આ બેઠક દરમિયાન ગુજરાત અને UAE ના પરસ્પર સહયોગ અંગે વાત કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગ્રીન હાઈડ્રોજન ટેકનોલોજી અને ડિસેલિનેશન પ્લાન્ટ માટે UAE ગુજરાત સાથે મળીને આગળ વધી શકે તેમ છે. ગુજરાતના ગિફ્ટ સિટી, ધોલેરા સર, ડાયમંડ બુર્સ જેવા પ્રકલ્પો ઉપરાંત રિન્યૂએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજન વગેરેમાં પણ મીનિંગફુલ પાર્ટનરશીપ થઈ શકે તેમ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ સમિટથી સૌને વિકાસમાં જોડાવાની તક આપી છે અને એક ભારત- શ્રેષ્ઠ ભારત સાકાર થયું છે. UAE ના ઉદ્યોગ અને રોકાણકારોને પણ સાથે મળીને વિકાસમાં ભાગીદાર થવા માધ્યમ આપ્યું હતું. -- ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન, ગુજરાત રાજ્ય)

ડો. થાની બિન અહેમદે કહ્યું કે, 2017 થી વાઈબ્રન્ટ સમિટમાં UAE પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય છે અને ગુજરાતમાં UAE ના રોકાણકારોના રોકાણની સંભાવના ઉત્તરોત્તર વધતી રહી છે.સાઉદી અરેબિયાના વિદેશ વ્યાપાર રાજ્યપ્રધાન સાથે આવેલા બિઝનેસ ડેલીગેશનના સભ્યોએ ગુજરાતમાં તેમના ઉદ્યોગોને મળેલા સહયોગ બદલ રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અપ્રોચની સરાહના કરી હતી.

UAE ડેલીગેશન સાથે બેઠક

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે UAE ના વિદેશ વ્યાપાર રાજ્યપ્રધાન અને UAE ડેલિગેશનને ગુજરાતની ફરીવાર વિસ્તૃત મુલાકાત લેવા માટે આમંત્રણ આપતા કહ્યું કે, રાજ્યના ટૂરિઝમ સેક્ટરને પણ તમે સૌ નિહાળો તેવી અમારી અપેક્ષા છે. સાઉદી અરેબિયાના રાજ્યપ્રધાને પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને UAE ના પ્રવાસે આવવા આમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, UAE ની કંપનીઓ માટે રેલવે, રોડ-રસ્તાઓ, પોર્ટ્સ અને શિપિંગ જેવા ક્ષેત્રોમાં વિશાળ તક રહેલી છે. આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં રોકાણની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગુજરાતને UAE અને ભારત તેમજ ગુજરાત વચ્ચે મિત્રતાના મજબૂત બોન્ડીંગનો લાભ મળશે તેમજ દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી.

  1. VGGS 2024 : ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા લક્ષ્યમાં ગુજરાત વિકાસનું એન્જીન બનશે : નિર્મલા સીતારમણ
  2. Vibrant Summit 2024: એઆઈ ટેકનોલોજી વિશે શંકર ત્રિવેદી શું કહે છે? જૂઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details