ગુજરાત

gujarat

ETV Bharat / state

CM Bhupendra Patel 62nd birthday: CM તરીકે ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પ્રથમ વખત જન્મદિવસની ઉજવણી કરશે, અનેક કાર્યક્રમોનું આયોજન - first birthday as Chief Minister on 15 july

15 જુલાઈએ ગુજરાતના 17માં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે. ગત વર્ષે ભારે વરસાદ અને વિધાનસભાની ચૂંટણી પહેલાના મહત્વના પ્રોજેક્ટના કારણે તેઓ જન્મદિવસની ઉજવણી કરી શક્યા ન હતા. પરંતુ આ વર્ષે વિધાનસભા મતવિસ્તારમાં કુલ 12 જેટલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Bhupendra Patel 62nd birthday:
Bhupendra Patel 62nd birthday:

By

Published : Jul 14, 2023, 8:37 PM IST

ગાંધીનગર:15 જુલાઈએ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ છે ત્યારે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં કરી દેવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત મુખ્યપ્રધાન તરીકે પોતાના વિધાનસભા મત વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્યાં આયોજનો કરવામાં આવ્યા:મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિધાનસભા મતવિસ્તારમાં કુલ 12 જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે નોટબુક અને ફૂડ પેકેટ, સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ફ્રુટ, દર્દીઓના સગાઓ માટેની નિશુલ્ક ભોજન, મુક બધીર બાળકોને સ્લીપર વિતરણ, વૃદ્ધાશ્રમમાં ભોજન, સિગ્નન્લ પર ભીખ માંગતા બાળકોને શિક્ષા અંતર્ગત સ્લીપર અને ફ્રુટનું વિતરણ અને ત્યારબાદ મેમનગર સ્વામિનારાયણ મંદિરમાં સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લે થલતેજના સાઈ મંદિર ખાતે ગરીબ લોકોને ભોજન સમારોહનું આયોજન પણ મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે.

ગત વર્ષે ઉજવણી નહિ: ગત વર્ષે પણ તેઓ મુખ્યપ્રધાન હતા પરંતુ ગુજરાતમાં ભારે વરસાદ અને વિધાનસભાની ચૂંટણી પહેલાના તમામ મહત્વના પ્રોજેક્ટ બાબતે બેઠકોમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ જન્મદિવસની ઉજવણી કરી શક્યા ન હતા. વિધાનસભાની ચૂંટણીને ગણતરીના ચાર મહિનાઓ જ બાકી હતા ત્યારે રાજ્યની જનતાઓને કરેલા વચનો અને મહત્વકાંશી પ્રોજેક્ટના લોકાર્પણ અને રીવ્યુ બેઠકને ધ્યાનમાં લઈને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગત વર્ષે 61માં જન્મદિવસે તેઓ ઓફિસમાં જ રહ્યા હતા.

ચૂંટણી હોવાને કારણે ગત વર્ષે ઉજવણી નહિ: ગત જુલાઈમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ પડ્યો હતો ત્યારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ઓફિસમાંથી ને જ ભારે વરસાદ વાળા જિલ્લાઓની સમીક્ષા અને ત્યારબાદ વિકાસના કામોની રિવ્યુ બેઠકના કારણે જન્મદિવસની ઉજવણી કરી શક્યા ન હતા.

ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય: ઉલ્લેખનીય છે કે 2022માં ગુજરાતમાં ભાજપે જંગી બહુમતીથી જીત હાંસલ કરી હતી. જેમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી વિજેતા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના 17માં મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જો કે આ પહેલા પણ તેઓ ગુજરાત કેબિનેટનું વિસ્તરણ થતાં મુખ્યપ્રધાન બન્યા હતા. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ સીએમ આનંદી પટેલના નજીકના માનવામાં આવી રહ્યા છે.

  1. Gandhinagar News : નાગરિકોની સુખાકારી માટે CM ભૂપેન્દ્ર પટેલે 41.80 કરોડની કરી ફાળવણી
  2. Gandhinagar News : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, 35 ગામ સ્માર્ટ વિલેજ જાહેર

ABOUT THE AUTHOR

...view details