અગાઉ વેરાવળ સેશન કોર્ટ દ્વારા સજા પર સ્ટે આપવામાં ન આવતા ભગા બારડે તેને પડકારતી અરજી હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેમાં જસ્ટિસ એસ.એચ.વોરાની વેરાવળ સેશન્સ કોર્ટને સજા પર સ્ટે કેમ આપવામાં આવ્યું નહિ તેના કારણો રજૂ કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ વેરાવળ સેશન્સ કોર્ટે સ્ટે ન આપવાના કારણો રજૂ કર્યા હતાં. જેને હાઇકોર્ટે અયોગ્ય ઠેરવી ભગા બારડની સજા પર સ્ટે આપી દીધો છે, એટલે કે ભગા બારડ આગામી સમયમાં ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. સરકાર હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ પણ દાખલ કરી શકે છે.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભગા બારડને સભ્યપદ પાછું આપ્યું - ધારાસભ્ય ભગા બારડ
ગાંધીનગરઃ કોંગ્રેસ ધારાસભ્ય ભગા બારડને વર્ષ 1995માં 2.83 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લાઇમ સ્ટોન ખનન કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જે 2 વર્ષ અને 9 મહિનાની ફટકારવામાં આવેલી સજા પર વેરાવળ સેશન્સ કોર્ટે સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો. વેરાવળ સેશન્સ કોર્ટના ચુકાદાને ભૂલ ભરેલો અને અન્ય મુદ્દોઓને ધ્યાન લીધા વગર આપ્યો હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન એટલે કે સ્ટે ફગાવી દેવાના નિર્ણય રદ કરતી પિટિશન દાખલ કરવામાં આવી હતી. પરંતુ, આજે ફરી હાઇકોર્ટ દ્વારા સ્ટે ઑર્ડર આપવામાં આવ્યો હતો. જેને લઇને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભગા બારડને સભ્ય પદ પાછું આપ્યું છે.
trtr
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા બાદ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ભગા બારડને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતાં. તેમના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકરવામાં આવ્યો હતો. જે મામલે વેરાવળ કોર્ટમાં જસ્ટિસ સોનિયા ગોકણીએ સજા પર જે સ્ટે આપવામાં આવ્યો હતો તેને રદ કરતા ફરીવાર સુનાવણી કરવાનો આદેશ કર્યો હતો. જેમાં હાઈકોર્ટ દ્વારા સ્ટે આપતા ઓર્ડર બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય પદ પરત કર્યું છે.
Last Updated : Nov 6, 2019, 6:45 PM IST