ગાંધીનગર: લોકડાઉન દરમિયાન નાના બાળકોને માનસમાં હવે ડોક્ટર પોલીસ અને મીડિયાકર્મી બનવાનું સપનું જોવામાં આવી રહ્યું છે, ત્યારે બોપલ વિસ્તારમાં 5 વર્ષની બાળકી પલક રાજ્યગુરૂએ નાની ઉંમરે જ ડોક્ટર બનવાનું નક્કી કરી લીધું છે અને તેને પોતાના નામ આગળ પણ ડોકટર લગાવીને ડોકટર પલક તરીકે જ લોકો તેને સંબોધે તેવી પણ વાત કરી છે.
કોરોના કહેર વચ્ચે પલક "ડૉકટર" બનીને આપી રહી છે લોકોને સલાહ - વાઇરસ
કોરોનાના કહેરે ગુજરાતમાં પોતાનુ આકરુ સ્વરૂપ લઈ રહ્યો છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે તે દરમિયાન ડોક્ટર, પોલીસની કામગીરી જોઈને નાના બાળકોમાં ડોકટર અને પોલીસ બનવાની આગવી ઈચ્છા પ્રગટ થઈ છે, ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા અને બેન્ક મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌરવ રાજ્યગુરુના પુત્રી પલકે ડોકટર બનીને લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે. આ ઉપરાંત મોટી બનીને ડોકટર બનવાનું જ નક્કી કર્યું છે.

ડોકટર બનીને આપી રહી છે લોકોને ઘરે રહેવાની સલાહ
પલકે લોકોને અપીલ કરી હતી કે, કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે. કંઈ પણ થાય આપણે ઘરે જ રહેવાનું છે. જો કોઈ કામથી ઘરની બહાર જવાનું થાય તો માસ્ક પહેરીને જ બહાર જવું અને ઘરે આવીને તરત જ સેનેટાઈઝરથી હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે.
ડોકટર બનીને આપી રહી છે લોકોને ઘરે રહેવાની સલાહ
Last Updated : Apr 30, 2020, 10:54 PM IST